બોડેલી ચાર રસ્તા પાસે પાર્ક કરેલી કારમાંથી 21 હજાર રોકડા સહિત અગત્યના દસ્તાવેજો ચોરી ગઠીયો ફરાર…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી , તા .૧૨ બોડેલીના અલીપુરા ચાર રસ્તા નજીક સવારે ઇકો ગાડી રોડ પાસે પાર્ક કરીને ખેડૂત ઇલેક્ટ્રિક સામાન લેવા ગયા . હતા . ત્યારે ગાડીના ખુલ્લા કાચનો લાભ ઉઠાવી કોઈક ઉઠાવગીર ગાડીની પાછળની સીટ પર મૂકેલી થેલી લઈને ગઠીયો રફુચક્કર થઈ ગયો હતો અને રાજેન્દ્ર શાહ વ્યવસાય અર્થે મુંબઈ રહે છે . તેઓ સવારે વડોદરા આવીને ઇકો ગાડી ભાડે કરી પોતાના એક મિત્ર સાથે બોડેલી સવારે આવ્યા હતા . અલીપુરા ચાર રસ્તા નજીક ગાડી પાર્ક કરી તેઓ એક ઇલેક્ટ્રિક ની દુકાનમાં સામાન લેવા ગયા હતા . તે દરમિયાન ગાડી નો કાચ ખુલ્લો રહી ગયો હતો પાછળ મૂકેલી થેલી કોઈ ગઠિયો ઉઠાવી ગયો હતો . થેલીમાં ૨૧ હજાર રૂપિયા રોકડા અને મહત્વના દસ્તાવેજો સામેલ હતા . પાછળની સીટ પર ખેડૂતને માલૂમ પડ્યું , થેલીમાં ૨૧ હજાર રૂપિયા સાથે દસ્તાવેજો લઈ ગયો હતો અને થેલી મહત્વના દસ્તાવેજો બોડેલી સેવાસદન ન બાજુમા મળી આવ્યા હતું . ગઠીયા એ રૂપિયા એટીએમ કાર્ડ સહિત મહત્વના દશાવજો લઈ ગયો હતો અને અને મહત્વના કાગડો એટીએમ વાળી થેલી થેલી સેવાસદનની બાજુમાં ફેંકી દીધી હતી આ અંગે બોડેલી પોલીસે ફરિયાદ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here