કુંડા ગામે કોરોના વેક્સિનની કામગીરી કરવા ગયેલ આરોગ્યની 4 ટીમ 4 કીમી પગપાળા ડુંગરો, કોતરો પાર કરી પોહચી

નસવાડી,(છોટા ઉદેપુર) જાવેદ કુરેશી :-

હરખોડના મોટા એક કિલોમીટરના કોતર મા પાણી હોય , કુંડા ના રસ્તે મોટો કટ પડી ગયો હોય.ભારે મુશ્કેલી સર્જાઈ

ગ્રાઉન્ડ 0 પર આરોગ્ય કર્મચારીઓ કોરોના વેક્સિન ની કામગીરી કરતા હોય તો છે નસવાડી ના ડુંગર વિસ્તાર મા MPHW, FHW , આશા વર્કર , આંગણવાડી કાર્યકર નસવાડી ના ડુંગર વિસ્તાર ના કુંડા ગામે જવાનો કાચો રસ્તો આઝાદી ના વર્ષો બાદ નથી .બન્યો છતાંય નસવાડી ના ધારસિમેલ પી એચ સી ની 4 ટીમ કુંડા ગામે કોરોના વેક્સિન ની કામગીરી કરવા પોહચી હતી.સાથે તલાટી કમ મંત્રી પણ પોહચ્યાં હતા.આરોગ્ય ટીમ હરખોડ ના કોતરો મા એક કિલોમીટર સુધી પગપાળા પાણી મા પગ તૂટે તેવા નદી ના પથ્થર રસ્તા થી ચાલી હતી.મહિલાઓ હોય ભારે હેરાન થઈ હતી.પછી કુંડા જવાના ઢાળ ના કાચા રસ્તે મોટો કટ પડ્યો હોય.તે રસ્તે થી 500 મિટર ચાલી હતી .પછી આગળ ફરી એજ પગપાળા ચાલી ને ચાર ટીમ ચાર કિલોમીટર ચાલી ને કુંડા ગામે વેક્સિન ની કામગીરી કરવા પોહચી હતી.કેટલાય ગ્રામજનો રસી લેવા આવ્યા ન હતા.અને 63 ગ્રામજનો એ કોરોના રસી લીધી છે.હજુ 142 ગ્રામજનો ને રસીકરણ બાકી રહ્યું છે.પરતું કાચા રસ્તે જીવ ના જોખમ ખેડી વેક્સિન ની કામગીરી કરવા જાય છે.તો આને કહેવાય વેક્સિન ની વાત સાચી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here