શહેરા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામા છેલ્લા બાર વર્ષથી નાસતા ફરતા તથા હાલોલ રૂરલ પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુન્હામા છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી પંચમહાલ જિલ્લા એલ.સી.બી.

ગોધરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ. ભરાડા સાહેબશ્રી નાઓના માર્ગદર્શન મુજબ પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે,એન.પરમાર એલ.સી.બી. ગોધરા નાઓએ નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવા માટે ખાનગી બાતમીદારો રોકી જરૂરી કાર્યવાહી કરતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે,એન.પરમાર એલ.સી.બી. ગોધરા નાઓને ખાનગી બાતમીદાર દ્રારા ચોક્કસ બાતમી મળેલી કે, શહેરા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૩૧૯/૨૦૧૦ પ્રોહી એકટ કલમ ૬૫એ, ૬૫ઇ,૬૬બી,૧૧૬બી મુજબના ગુનાના કામે નાસતો ફરતો વોન્ટેડ આરોપી દિનેશચંન્દ્ર તારાચંદ લબાના રહે, બાદેલા તા.સીમલવાડ જી. ડુંગરપુર રાજસ્થાન નાનો હાલમાં શહેરા બસ સ્ટેન્ડમાં આવેલ છે તેવી મળેલ ચોક્કસ બાતમી આધારે ડૉ. એમ.એમ.ઠાકોર પોલીસ સબ ઇન્સપેક્ટર એલ.સી.બી. ગોધરા તથા શ્રી એસ. આર. શર્મા પો.સ.ઇ. એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફના માણસોએ શહેરા બસ સ્ટેન્ડમાં ખાનગી વોચ રાખી તપાસ કરી આરોપીને પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા સારૂ શહેરા પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે.

તેમજ હાલોલ રૂરલ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં. ૨૯૫/૨૦૧૯ પ્રોહી એકટ કલમ ૬૫એ,૬૫ઇ,૮૧,૧૧૬બી મુજબના ગુનાના કામે નાસતો ફરતો વોન્ટેડ આરોપી સ્વામીદાસ ભુપેન્દ્રભાઇ પટેલ રહે. શીવાલય બંગલો મકાન નં. ૨૨ વાઘોડીયા વડોદરા નાઓને બાસ્કા ત્રણ રસ્તા પાસેથી પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા સારૂ હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here