બોડેલી ચારણ ગઢવી સમાજ દ્વારા આયોજિત ૯૮ મો આઈ સોનલ બીજ મહોત્સવ ઉજવાયો…

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

પોષ સુદ બીજ એટલે ચારણો નું નવું વર્ષ કહેવાય કારણકે પોષ સુદ બીજના દિવસે આઈ સોનલ મા નો જન્મ થયો હતો ત્યારથી સોનલ બીજ ઉજવવામાં આવે છે. હમણાં બે વર્ષ મા કોરોના ના કપરા કાળમાં માં બધા ને બચાવી ઉગારી લીધી હતા મા તુ હજુ અમને બચાવજે મા તુજ કોરાટ અને તું જ કાયદો તુજ અમારો ઇન્સાફ અને ગુણા કરીદે માફ સોનલ ની આરાધના કરીને બોડલી ચારણ સમાજ તેમજ ભરવાડ સમાજ સાથે રહીને તેમજ અઢારે વરણ આઈ સોનલ સંતાન સાથે રહીને ઉન્નતી વિલામાં યજ્ઞ કરીને આઈ સોનલનો સૌ સાથે રહીને આઇ સોનલ બીજ ઉજવાય હતી અને મા સોનલ ના આશીર્વાદ લીધા હતા અને ચારણી પરંપરા રીતે બેનું દીકરીયું ચારણી પોશાક પહેરીને માતાજીની આરતી તેમજ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ચારણ ભરવાડ તેમજ અઢારે વરણ સૌ સાથે રહીને મહાપ્રસાદી લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here