ઓલ ગુજરાત ફૂટવેર એસોસિએશને વધતી જતી મોંઘવારી અને કપરી કોરોના મહામારી વચ્ચે જીએસટી વધારા સામે દર્શાવ્યો આક્રોશ…

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

બોડેલી ફુટવેર એસોસિએશન દ્વારા દુકાનો પર પોસ્ટર મારી તેમજ દુકાનો બંધ રાખી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું1 જાન્યુઆરી 2022 થી ફૂટવેર પર 12 ટકાના જીએસટી દરના વિરોધમાં ઓલ ગજરાત ફૂટવેર એસોસિયેશન દ્વારા આજે બોડેલીની તમામ ફૂટવેર દુકાનો બંધ રાખવા એલાન આપવામાં આવ્યું છે , જેને ધ્યાનમાં રાખીને આજે માર્કેટ જડબેસલાક બંધ રાખવામાં આવ્યાં છે . વેપારીઓએ રોષપૂર્વક દુકાનો બંધ રાખી છે . ઓલ ગુજરાત ફૂટવેર એસોસયેશનના બોડેલીનાં તમામ બંધ રહેતાં વેપારીઓ અને ઉત્પાદકોની વચ્ચે એકતાનો માહોલ સ્પષ્ટ જોવા મળ્યો હતો . છૂટાછવાયા વેપારીઓએ એકત્રિત થઈને જીએસટી કાઉન્સિલના નિર્ણયને દૂકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો ત્યારે બોડેલી આજુબાજુ ગામડામાં થી આવતા બૂટ ચંપલ ની ખરીદી માટે લોકોને ધરમ નો ધક્કો ખાવાનો વારો આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here