બોડેલી : ખેતરમાં દીપડો દેખાતા વનવિભાગે ગોઠવ્યું પાંજરુ….બોડેલીના ગડોથ ગામ પાસે દેખાયો દીપડો

બોડેલી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી (નસવાડી) :-

ગામના સરપંચ દ્વારા વનવિભાગ ને કરી જાણ

જાણ કરતાની સાથેજ વનવિભાગ સ્થળ પર આવી ગોઠવ્યું પીંજરુ

બોડેલી તાલુકા ના ગડોથ ગામના એક ખેતર પાસે દિપડો દેખાઈ દેતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો આ અંગે ગામના સરપંચ દ્વારા વનવિભાગને જાણ કરાતા તાત્કાલિક પાંજરૂ મુકી દિપડાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
વનવિભાગ દ્વારા ગ્રામજનોને જ્યા દીપડો દેખાય આવ્યો હતો તે જગ્યા પર અવાર જવર કરવાની મનાઈ વન વિભાગ તરફથી અપીલ કરવામાં આવી છે બોડેલી તાલુકાના જબુગામ નજીકના ગડોથ ગામના પાધર વિસ્તારની સીમમાં દિપડો છેલ્લા બે ત્રણ દિવસથી જોવા મળી રહ્યો હતો આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગામના મુખ્ય રોડ નજીકના પાધર વિસ્તારની સીમમાં દિપડો જોવા મળ્યો છે જેથી ગ્રામજનોએ તુરંત છોટાઉદેપુર વનવિભાગના આર એફ ઓ ને જાણ કરાતા બોડેલી રેન્જ ફોરેસ્ટ સ્ટાફની ટીમે સ્થળ નિરીક્ષણ કર્યું હતું જોકે દીપડો આ જગ્યાએ છે એની નિશાનીઓ મળી આવી છે અને આ બાબતે વનવિભાગે ધ્યાન દોરી એક પાંજરૂ મૂકવામાં આવ્યું છે આ ઉપરાંત ગ્રામજનો અને વનવિભાગ દ્વારા દિપડા ને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જોકે આ દીપડાએ કોઈ ગ્રામજનો કે પશુ ઉપર હુમલો કર્યો નથી દીપડો કોઈને જાનહાનિ પહોંચાડે તે પહેલા જ પાંજરૂ મૂકવામાં આવ્યું છે બોડેલી તાલુકા ના ગડોથ પાસે ખેતરમાં દીપડો દેખાય આવતા ગામના સરપંચ દ્વારા વન વિભાગ ને જાણ કરતાં વનવિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે પીંજરુ મુકવામાં આવ્યું હતું અને દીપડો વહેલી તકે આ પાંજરા માં પુરાય આવે તેના માટે વનવિભાગે તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here