બોડેલીની શેઠ એચ એચ શિરોલાવાલા હાઈસ્કૂલ ખાતે બાળાઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી

બોડેલી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી (નસવાડી) :-

સુરક્ષા સેતુ અંતર્ગત જાસ્મીન ચેરીટેબલ ટ્રષ્ટ દ્વારા બોડેલી ની શેઠ એચ એચ શિરોલાવાલા હાઈસ્કૂલ ની બાળાઓ ને સ્વરક્ષણ ની તાલીમ આપવામાં આવી

છોટાઉદેપુર પોલીસ અધિક્ષક શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબ ના આદેશથી અને નાયાબ-પોલીસ અધિક્ષક શ્રી ચાવડા સાહેબ ના માર્ગદર્શન હેઠળ સૂરક્ષાસેતૂ અંતર્ગત જાસ્મિન ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા સંચાલિત જે.ટી.એ. સ્પોર્ટ્સ એન્ડ સેલ ડિફેન્સ એકેડેમી દ્વારા સંખેડા તાલુકાની ૩૮૫ જેટલી મહિલા વિદ્યાર્થીનીઓને કરાટે સેલ્ફ ડિફેન્સ ની તાલીમ સંસ્થાના કોચ શ્રી રાજેશભાઈ ત્રિવેદી દ્વારા આપવામાં આવી હતી તેમજ પોલીસ પ્રજા ની મિત્ર છે એવા સૂત્ર ની સમજ આપી ચોરી ના બનાવો અટકે તેમજ ટ્રાફિક ની સમસ્યાઓ માં કેવી રીતે પ્રજા પોલીસ ને મદદ રૂપ થઇ શકે તેવી સમજ આપવામાં આવી હતી બાળાઓને પોલીસ સ્ટેશનની કાનૂની કામગીરી વિશે જાણકારી આપવામાં આવી હતી તેમજ શાળા ની બાળાઓ ને પોલીસ સ્ટેશન ની મુલાકાત કરાવી હતી ત્યારે બોડેલી પોલીસ સ્ટેશન ના સેકન્ડ પી એસ આઈ શ્રી રોહિત સાહેબે પોલીસ ની કામગીરી અને બંદૂક ટીયર ગેસ જેવા હથિયારો ની જાણકારી આપી હતી વિદ્યાર્થીનીઓના પ્રોત્સાહન માટે બોડેલી પોલીસ સ્ટેશન ના પી એસ આઈ શ્રી સરવૈયા સાહેબે શાળા ની બાળાઓ ને પોલીસ ની કામગીરી અને સુરત માં મહિલા પર થયેલ અત્યાચાર જેવા પરિસ્થિતી માં પોતાનો બચાવ કેવી રીતે કરવો અને એવી પરિસ્થિતિ માં પોતાનો બચાવ કેવી રીતે કરવું એની જાણકારી આપી હતી અને દરેક બાળાઓ ને બોડેલી પોલીસ સ્ટેશન તરફથી ચોકલેટ અર્પણ કરી હતી શાળા ના આચાર્ય શ્રી જે આર સાહેબ તેમજ સંસ્થા ના સીનીયર કોચ શ્રી જાબીરહુશેન મલેક દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. જાસ્મીન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જે ટી એ સ્પોર્ટ સેલ્ફ ડિફેન્સ એકેડમી દ્વારા 35000 જેટલી બાળાઓ ને સેલ્ફ ડિફેન્સ કરાટે ની તાલીમ આપી છે આગળ પણ બાળાઓને ઉચ્ચ તાલીમ મળે એ માટે આ સંસ્થા પ્રયન્ત કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here