બોડેલી : કોરોનાના વધતા સંક્રમણને લઈને 26 એપ્રિલથી 3 મે સુધી બપોરે એક વાગ્યા પછી તમામ દુકાનો બંધ રાખવાનો વેપારીયોનો નિર્ણય

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ :-

બોડેલીમાં કોરોનાના વધતા જતા કેસોને લઇને વેપારીઓ એ વૈષ્ણવ વાડી મુકામે બેઠક કરી હતી અને તા.26 એપ્રિલને સોમવાર થી તા. 3 મે ને સોમવાર સુધી બોડેલી ની તમામ દુકાનો બપોરે એક વાગ્યા પછી બંધ રાખવાનો વેપારીઓએ નિર્ણય લીધો છે.

લોક ડાઉન જ એક માત્ર વિકલ્પ હોવાથી વેપારી મંડળ ના પ્રમુખ જનકે શાહે બોડેલી વિસ્તારના વેપારીઓની મીટીંગ બોલાવી હતી. જેમાં બોડેલી ઉપસરપંચ કાર્તિક શાહ, અલીપુરા સરપંચ કંચન ભાઈ પટેલ, ઢોકલિયા ઉપસરપંચ મહેશ બારીયા, ચાચક સરપંચ મુકેશ ભાઈ સહિત વેપારી આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

જેમાં તમામ પાસા નો વિચાર કરી નિર્ણય લેવાયો હતો. જેથી સોમવાર થી સોમવાર બપોર સુધી તમામ વેપાર ધંધા ચાલુ રહેશે પણ બપોરે એક વાગ્યા પછી મેડિકલ સ્ટોર સિવાય તમામ દુકાનો બંધ રહેશે. જેમાં કરિયાણા ની દુકાનો સહિત શાક ભાજી ના પથારા અને લારીઓ પણ બંધ રહેશે. આ મુજબ ની રિક્ષા ફેરવી લોકો ને જાણ કરવામાં આવશે તેમ જનક શાહે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here