નસવાડી જૂથ ગ્રામ પંચાયતમા કચરો ઉઘરાવવા નવા વાહનની ખરીદી કરાઈ

નસવાડી,(છોટા ઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી જૂથ ગ્રામ પંચાયત મા કચરો ઉઘરાવવા નવા છોટાહાથી ની ખરીદી કરવામાં આવી છે ગ્રામજનોની વારંવાર રજૂઆતો થી નવા વાહનની ખરીદી કરવામાં આવી છે નસવાડીમાં પહેલા ટ્રેક્ટર થી ઘેર ઘેર કચરો ઉઘરાવવામાં આવતો હતો એક વાહન હોવાના કારણે ગ્રામ પંચાયત પોહચી વળતી ના હતી અને કોઈક વિસ્તાર બાકી રહી જતા ગામ લોકોની બુમો ઉઠતી હતી અને વારંવાર રજૂઆતો કરતા નસવાડી ગ્રામ પંચાયત નવુ વાહન લાવી છે અને જેનું નિરીક્ષણ કરતા ગ્રામ પંચાયત ના કર્મચારી ધર્મેન્દ્રસિંહ સોલંકી નજરે પડે છે પરંતુ લાવેલ વાહન નો સદઉપયોગ થાય અને ડોર ટુ ડોર વ્યસ્થિત કચરો ઉઘરાય એવી અપેક્ષા ગ્રામજનો રાખે છે અને ટ્રેકટર થી કચરો ઉઘરાવતા ત્યારે અડધો કચરો રોડ પર જ પડતો જતો હતો અને કચરા ના નિકાલ ની જગ્યાએ ઉભા રોડે કચરો નજરે આવતો હતો પરંતુ નસવાડી ગ્રામ પંચાયત નવુ વાહન લાવી સારી કામગીરી કરી છે અને ટુંક સમય માજ લોકોને આ વાહન નો લાભ મળશે અને કચરો હવે રોડ પર નઈ દેખાય અને ગામ ચોખ્ખુ દેખાશે નવા વાહન સાથે કચરો ઉઘરાશે કચરા નો સારો નિકાલ થશે એવી નસવાડી ગ્રામજનોની આશા બંધાઈ છે ગ્રામ પંચાયત ની સારી કામગીરી ને લોકોએ બિરદાવી છે,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here