બોડેલી : કેસર બા નગર ૧ સોસાયટીમાંથી પાણીની પાઇપલાઇન ચોકપ થઈ જતા તપાસ કરતા પાણીની પાઇપલાઇનમાંથી 20 ફૂટ લાંબુ મૂળ જોવા મળ્યું…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં આવેલ કેસરબા સોસાયટીમાં ઘણા સમયથી પાણીનું પ્રેશર ઓછું મળતા એવું સોસાયટીના રહીશોની ફરિયાદ હતી ઘના સમયથી પાણીનું પ્રેસર ઓછું મળતા સોસાયટી રહીશો પાણીની ખૂબ જ મુશ્કેલી વેઠવાનો વારો આવતો હતો વારંવાર રજૂઆતનું પંચાયતમાં કરવામાં આવતી હતી પરંતુ પંચાયત દ્વારા પાણી નીલાઈનમાં રીપેરીંગ પણ કરવામાં આવતું હતું રીપેરીંગ કરતાં પણ પાણીનું પ્રેશર ઓછું મળતું હતું જ્યારે ગઈકાલે કેસરબા સોસાયટીમાં ભુપેન્દ્રભાઈ પટેલ ના ઘર આગળ એક ખાડો ખોદીને લાઇનના એલ્બો માં ચેક કરવામાં આવતા આ પાણીની લાઈનમાં સપ્ત પનીર જેવા નામનું ઝાડ નું મૂળિયું આશરે 20 ફૂટ જેટલું લાંબુ પાણીની લાઈન ના સાંધા ના એલ્બો મો માંથી અંદર ઘૂસી ગયું હતું અને આ પાઇપ ની લાઈન ચોક કરી દીધી હતી ત્યારે બોડેલી પંચાયતના કર્મચારીઓ દ્વારા આ પીવીસી પાઇપ લાઇન ને તોડી અને એ મૂળ કાઢવામાં આવ્યું હતું અને પાણીનો પ્રેશર પણ વધી ગયું હતું ત્યારે બોડેલીના કેસરબા નગર સોસાયટી ને રહીશો પાણીને પૂરેપૂરું પ્રેશર મળી જતા હાશકારો અનુભવ્યો હતો અને કેસર બા નગર સોસાયટીના રહીશો દ્વારા બોડેલી પંચાયતના કાર્તિક શાહ સરપંચ ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here