દિવાળી અને નુતનવર્ષ નિમેતે નસવાડી હાટ બજાર ધમધમ્યુ

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી ખાતે દર રવિવારે હાટ ભરવામા આવેછે જે ઘણા સમય થી દર રવિવારે હાટ બજારમાં ભીડ જોવા મળતી ન હતી લોક ચર્ચામાં જાણવા મળતુ હતુ કે સતત મોંઘવારીના કારણે હાટ બજાર સુના જોવા મળતા હતા પરંતું આજરોજ દિવાળી હોવાને કારણે લોકો ખરીદી માટે ઉમટી પડ્યા હતા જે આજે નસવાડી બજાર પણ ધમધમતુ જોવા મળ્યુ હતુ અને વેપારીઓ પણ ખુશ જોવા મળ્યુ હતુ વેપારીગણ પરેશાનીમા હતુ કે આ દિવાળીનો માલ ભર્યો છે પણ ઘરાકી જોવા મળતી નથી પણ આજે ઘરાકી જોવા મળી છે અને નફો ના મળે તો કંઇ વાંધો નઈ પણ મુડી તો નીકળી જશે તેમ ચર્ચાઓ થઈ રહી હતી અને આજે નસવાડી મા ખરીદી માટે જનમેદની ઉમટી હતી તેના કારણે હાટ બજાર ના વેપારીઓ તથા નસવાડી ટાઉન ના વેપારીઓ મા ખુશી જોવા મળી હતી અને ગ્રાહકોને દિવાળીની શુભકામનાઓ આપવામા આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here