બોડેલી એપીએમસી ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ અને સેવા સેતુ કાયૅક્રમ તા.૨૪ નવેમ્બરના રોજ યોજાશે

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી એપીએમસી ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ અને સેવા સેતુ કાયૅક્રમ તા.૨૪ નવેમ્બરના રોજ યોજાશે આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેશે જેને વિવિધ માગૅદશૅન આપશે. રાજ્યભરમાં તારીખ ૨૪ અને ૨૫ નવેમ્બરના રોજ રવિ કૃષિ મહોત્સવ અને સેવા સેતુ કાયૅક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત બોડેલી તાલુકાના બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે રવિ કૃષિ મહોત્સવ અને સેવા સેતુ કાયૅક્રમમા ખેડૂતોને લગતી વિવિધ યોજનાઓના લાભો તથા કૃષિ વિષયક વિવિધ માહિતીઓ આ કાયૅક્રમના માધ્યમથી ખેડૂતો સુધી પહોંચતી કરવામાં આવશે સાથે સાથે બાગાયત, પશુપાલન, કૃષિને લગતા સ્ટોરનું પણ આયોજન કરવામાં આવ્યું છે બોડેલી એપીએમસી ખાતે ૨૪ નવેમ્બરના રોજ તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રણજીતભાઈ ભીલ, બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ શિતલકુંવરબા મહારાઉલ, ખેતીવાડી ખાતાના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેશે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here