ગુજરાત પોલીસ મહા નિર્દેશકના રાજ્યમા ફરજ બજાવતા TRB જવાનોને છુટા કરવાના હુકમથી જવાનોમાં ફફડાટ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

રાજ્ય મા ફરજ બજાવતા 9000 TRB જવાનો પૈકી 6400 જવાનો ને છુટ્ટા કરવાનો નિર્ણય કેમ લેવાયો???

નર્મદા જિલ્લાના TRB જવાનોને છુટા કરવા ની બાબતે જિલ્લા કલેકટર માં આવેદનપત્ર આપ્યું

14 વર્ષ થી નોકરી કરી હવે અમને કોણ નોકરી આપશે?? ના પ્રશ્નો ઉઠાવ્યા

રાજ્ય સરકાર ના ગૃહ વિભાગ દ્વારા પોલીસ વિભાગ ના જવાનો ને મદદરૂપ થવા માટે અને તેમાંય ખાસ કરીને ટ્રાફીક વ્યવસ્થા જાળવવા માટે TRB જવાનો ની માનદ સેવા લેવા માટે સરકારે નક્કી કર્યું હતું, જે અંતર્ગત સમગ્ર રાજ્ય ભરમાં હાલ 9000 જેટલાં TRB જવાનો ફરજ બજાવી રહ્યા છે ત્યારે આં જવાનોને જેઓએ 10 વર્ષ,5 વર્ષઅને 3 વર્ષ નો સમયગાળો પૂરો કર્યો હોય એવા રાજ્ય મા લગભગ 6400 જેટલા જવાનો હોય તે તેઓને છુટ્ટા કરવાનો પોલીસ મહા નિર્દેશક તરફથી આદેશ જારી કરવામાં આવતા વર્ષો થી ફરજ બજાવી પોતાનાં પરિવાર નુ પાલન પોષણ કરતા હજારો જવાનો માં ફફડાટ ફેલાયો છે.

સમગ્ર ગુજરાતમાં TRB જવાનો દ્વારા ખાસ કરીને શહેરોમાં ટ્રાફિકની વ્યવસ્થા ને સારી રીતે સંચાલિત કરવામા આવે છે, TRB ના જવાનો પોતાની ફરજ નિષ્ઠા પુર્વક કરતા આવ્યા છે. અને ખાસ કરીને પાછલા કોરોના જેવી મહામારીમાં પણ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર તેઓએ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી હતી, ત્યારે તેઓને છુટા કરી દેવાનો એક પરિપત્ર પોલીસ મહા નિર્દેશક દ્વારા કાઢવામાં આવતા અને સમય મર્યાદા મા અમલવારી કરવાનું જણાવતા તેના ભારે પ્રત્યાઘાત પડયા છે.

નર્મદા જિલ્લાના 140 જેટલા TRB જવાનોને તબક્કાવાર છૂટા કરી દેવામાં આવશે તે બાબતે આજે તેઓએ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું અને તેઓ જણાવ્યું હતું કે અમે 14 વર્ષથી TRB માં ફરજ બજાવી રહ્યા છે અને સરકાર ના પરિપત્ર મુજબ તબક્કા વાર અમને છુટા કરી દેવામાં આવશે ત્યારે અમે આટલા વર્ષોથી ફરજ બજાવી છે તો હવે અમારે ક્યાં જવું અમે બેરોજગાર બનીશું, આટલી ઉમરે કોણ અમોને રોજગારી આપશે ??? તે અમારી માટે પ્રશ્નો ઉભો થયો છે સરકાર પાસે અમારી માગ છે કે અમને અમારી ફરજ માથી છુટ્ટા કરવામા ના આવે.

સિનિયર નર્મદા TRB મહીલા જવાન ગીતાબેન હીરાભાઈ રાણા એ જણાવ્યુ હતુ કે અમો વર્ષો થી નોકરી કરી રહ્યા છે હવે અમને છુટ્ટા કરાશે તો અમો હવે અમારી ઉંમર પણ વધી ગઈ છે તો ક્યાં જાઇ ને રોજગારી મેળવીશું, અમારા પરિવાર ને તો ભુખે મરવાનો વારો આવશે. જેથી સરકાર અમારા હિત ને ધ્યાન માં રાખી યોગ્ય નિર્ણય લે તેવી માંગ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here