નસવાડી ટાઉનમા ગ્રામ પંચાયત દ્વારા સફાઈ કરાવી પણ ઢગલા રોડ પર જ સળગાવવામાં આવ્યા

નસવાડી,(છોટા ઉદેપુર) જાવેદ એન કુરેશી :-

સફાઈ કરવા છતા ગંદકી ત્યાં ને ત્યાં..

નસવાડી નગરની આજે સાફસફાઈ કરવામાં આવી છે પણ સફાઈ કામદારો દ્વારા કચરો વાળી રોડ પર સળગાવવામાં આવ્યા છે અને ચારરસ્તા વિસ્તારમાં આવુ કરવામાં આવ્યું છે જે તસ્વીરમાં દેખાઈ આવે છે નસવાડી ગ્રામ પંચાયત પાસે કચરો ભેગો કરી કોતરમાં નાખવા માટેના સાધનો ઉપલબ્ધ છે ટ્રેક્ટર અમણાં કચરો ભરવા માટે છોટા હાથી નો પંચાયત દ્વારા ખરીદી કરવામાં આવી છે તો એ શું શોભના ગાંઠિયા સમાન છે?તો રોજે રોજ તો સફાઈ કરવામાં નથી આવતી ચારરસ્તા વિસ્તારમાં સફાઈ કામદારો અમુક જગ્યાએ વાડે છે અને અમુક જગ્યાએ નથી વાડતા એ જીવતી હકીકત છે પણ નસવાડી ગ્રામ પંચાયત કેમ સફાઈ પર ધ્યાન નથી આપતી એ સ્થાનિક રહીશો નો પ્રશ્ન છે આજ રોજ સફાઈ કરવામાં આવી છે પરંતુ કચરો ભેગો કરી રોડ પરજ સળગાવવામાં આવેલ છે તો ચારરસ્તા વિસ્તારમાં પંચાયતની શુ દુશ્મની છે તે કઈ સમજાતું નથી એમ ચારરસ્તાના રાહીશો જાણવા માગેછે તો પંચાયત માં ગ્રાન્ટ તો આવતીજ હોય છે તો ગ્રામજનો ની અપીલ છે કે સફાઈ કરાવતી વખતે પંચાયત ના પ્રતિનિધિઓ ઉભા રહી કરાવે જેથી આ બધી સમસ્યા ન થાય અને વ્યસ્થિત કામગીરી થાય અને રહીશો નો વિશ્વાસ ગ્રામ પંચાયત થી તૂટેના અને વિશ્વાસ અડગ રહે અને મનભેદ ન થાય અને પંચાયત કચરો સાફ કરવા મોકલે છે પણ ત્યાંજ ભેગો કરી સળગાવવામાં આવેછે તો એ કચરો ભરી બીજે ખાલી કરે તો કચરો સાફ થઈ જાય બાકી ગામના રહીશો તો એમના આંગણે વાડતાજ હોયછે ગામના રહીશો સફાઈ કામદારોની રાહ જોતાજ નથી અને પોતાની ફરજ સમજી વાડી નાખે છે પણ નસવાડી ગ્રામ પંચાયતને કઈ પડેલી નથી તો શું કરવું અગાવ પણ સફાઈ બાબતે મૌખિક લેખિત રજૂઆતો કરેલી છે પણ નસવાડી ગ્રામ પંચાયત પથ્થર પર પાણી રેડવા બરાબર છે તો હવે ગ્રામ પંચાયત સફાઈ ને લઈ પગલા લે અને આ સામસ્યાનુ સમાધાન કરે એવી નસવાડી ગામના અને ખાસ કરીને ચારરસ્તા વિસ્તારના રાહીશોની માંગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here