ગોધરા રેલવે પોલીસ સ્ટેશનના બે ગુન્હાના આરોપીઓ અને એક વોન્ટેડ આરોપી ને પકડી પાડતી કાલોલ પોલીસ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

પંચમહાલ જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ નાઓએ અત્રેના જીલ્લામાં ચોરી કરતાં ઈસમો તથા નાસતા ફરતાં વોન્ટેડ આરોપીઓને પકડવા માટે જરૂરી કાર્યવાહી કરવા સુચના આપલે હોય જે આધાર નાયબ પોલીસ અધિક્ષક વી.જે.રાઠોડ હાલોલ વિભાગ હાલોલ નાઓ તથા સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર એ.આર.પલાસ નાઓના
માર્ગદર્શન હેઠળ કાલોલ પોલીસ સ્ટેશનના પો.સબ ઈન્સ. જે.ડી.તરાલ તથા પોલીસ સ્ટાફના માણસો સાથે કાલોલ એમ.જી.એસ. ગરનાળા પાસે વાહન ચેકીંગ માં હતા તે દરમ્યાન હાલોલ તરફથી એક પલ્સર મોટર સાયકલ નં જીજે-૧૭-સીસી-૯૭૨૪ ઉપર બે ઈસમો (૧) ઈમરાન શોકત હુસેન ઉ.વ.૨૮ રહે. સિગ્નલ ફળીયા અનાજ ગોડાઉન પાછળ ગોધરા (૨) મોહમંદ શાકીર ઉફે બાબુ અબ્દુલ કાદીર પાતળીયા ઉ.વ.૩૭ રહે. વચલાઓઢા, રહેમનીયા મસ્જીદની સામે ગોધરા જી-પંચમહાલ નાઓ કાળા કલરના જુના વપરાયેલ કેબલના બે રોલ સાથે મળી આવતાં તેઓની પુછપરછ કરતાં કોઈ સંતોષકારક જવાબ આપતા ન હોય સદરી બંને ઈસમોને સી.આર.પી.સી. કલમ-૪૧(૧) ડી મુજબ અટક કરી સદરી ઈસમો પાસેથી મળેલ મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી કરી છે. અને આ મુદામાલ બાબતે ખરાઇ કરતા રેલવે પોલીસ ના બે ગુન્હાના કામે મુદામાલ ચોરીમાં ગયેલા નું જણાઇ આવેલ હોય તેમજ આરોપી નં.(૨) નાનો ગોધરા એ ડીવીઝન લુંટના ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી હોય આમ,ચોરીના બે અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરી તથા લુંટના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડવામાં કાલોલ પોલીસને સફળતાં મળેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here