બોડેલીના મેન બજારમાં આવેલ જય નારાયણ સ્ટોરમાં ચોરી થતા ચકચાર…

બોડેલી,(છોટા ઉદેપુર) એસ વી ચારણ :-

મળતી માહિતી મુજબ બોડેલી માં જય નારાયણ સ્ટોર. (કાપડ ની દુકાન ) માં ગત મોડી રાત્રે તસ્કરો દુકાન ઉપરનું પતરૂ તોડીને દુકાનમાં પ્રવેશ કરી હતી અને દુકાન માં લાગેલા સીસી કેમેરા ટીવી કેમેરામાં ચોર કેદ ના થાય તે માટે ચોરોએ કૅમેરા ફેરવી દીધા હતા અને જયનારાયણ સ્ટોરમાંથી ગરમ વસ્ત્ર અને પેન્ટ શર્ટ ની ચોરી કરીને ચોર રફુચક્કર થઈ ગયા હતા અંદાજે કાપડ તેમજ કાઉન્ટર પાસે રાખવામાં આવેલ દાન પેટી ના પૈસા આશરે દોઢેક લાખ રૂપિયાનો મુદ્દામાલ રૂપિયા સાથે ચોર ચોરી કરીને ફરાર થઈ ગયા હતા હમણાં હમણાં બોડેલી પંથકમાં ચોરો નો ઉપદ્રવ વધી ગયું હોવાથી બોડેલી પોલીસ સક્રિય થાય તેવી બોડેલી નગરજનોની માંગ છે બોડેલી ગામમાં ચારે દિશાએ તેમજ બોડેલીમાં બોડેલી ગામ માં એન્ટર થતા મેન માર્ગો ઉપર સીસી કેમેરા છોટાઉદેપુર ના બોડેલી પોલીસ દ્વારા ચેક કરવામાં આવે તેવી બોડેલી નગરજનોની માંગ છે અને વહેલી તકે આ ચોરીનો ભેદ ઉકેલી શકે તેવી બોડેલી નગરજનોની માઞ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here