ડીસા તાલુકાના ઝાબડીયા ગામે ગંદા પાણી રોડ પર રેલાવાની સમસ્યા યથાવત જોવા મળી… ગંભીર બિમારી ઉભી થવાની શક્યતા સેવાઈ..

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

સરપંચ દ્વારા પાંચ વર્ષ પુર્ણ થયા છતાં રોજીંદી સમસ્યા દૂર કરવામાં નિષ્ફળ સાબિત થયાં

સમગ્ર ગુજરાતમાં ગામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ ચુકી છે ત્યારે ગામમાં સરપંચ બનવા માટે અનેક ઉમેદવારો ઈચ્છુક જોવા મળી રહ્યા છે ત્યારે ડીસા મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે સરપંચ ના ફોર્મ ભરવા માટે ઉમેદવારોનો રાફડો ફાટયો છે ત્યારે અગાઉ પાંચ વર્ષ સુધી સરપંચ પદે રહેલા ડીસા તાલુકાના ઝાબડીયા ગામનાં સરપંચ દ્વારા પોતાનો કાર્યકાળ પૂરો થવા છતાં ઝાબડીયા ગામમાં ઉભરાતા ગંદા પાણીનો નિકાલ કરાવામાં નિષ્ફળ સાબિત થયાં છે અને આજેપણ ગામમાં ગટરનાં પાણી રોડ પર રેલાતા ઠેરઠેર નજરે પડી રહ્યા છે ઉલ્લેખનીય છેકે ડીસા તાલુકાના ઝાબડીયા ગામનાં સરપંચ જબ્બરસીહ બન્યા ત્યારથી વિવાદમાં રહ્યા છે અને જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ અનેક રજુઆતો કરવામાં આવી છે પરંતુ વહીવટીતંત્ર દ્વારા કોઈજ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે હવે નવી આવેલ ગામ પંચાયતની ચુંટણીમાં ફરીથી અગાઉ રહી ચુકેલા સરપંચ દ્વારા આજે ફરીથી પોતાની ઉમેદવારી નોંધાવી છે ત્યારે ગ્રામજનો અને મતદાતાઓ આ વખતે ચુંટણીમાં લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરી શકે તેવા ઉમેદવાર પર સરપંચનો કળશ ઢોળ્શે તેવું દેખાઈ રહ્યું છે ઝાબડીયા ગામ પંચાયતની ચુંટણીમાં લોકોની રોજીદી સમસ્યા દૂર ન કરાવી શકનાર અગાઉના સરપંચને પાઠ ભણાવવાનું નક્કી કરી લીધું હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here