રાજપીપળાની દલિત મહિલા ઉપર નવસારીના સાસરિયાઓનો શારીરિક માનસિક ત્રાસ…

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

મહિલાને પુત્રના જન્મ ના થતાં વાંઝણીના મેણાં ટોણાં મારતા પાંચ સાસરિયાં સામે રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ

રાજપીપળા ના દલિત પરિવાર ની મહિલા ને નવસારી ખાતે પોતાના સમાજ માજ પરણાવ્યા બાદ પરિણીતા ને લગ્ન ના લાંબા સમય બાદ પણ સંતાન ન થતાં પતિ સહીત સાસરિયાઓ દ્વારા ત્રાસ ગુજારતા પરિણીતા એ રાજપીપળા પોલીસ મથક માં સાસરિયાઓ વિરોધ ફરિયાદ નોંધાવી હતી.

રાજપીપળા ની મહિલા એ પોલિસ મથક માં ફરિયાદ નોંધાવી હતી કે તેના પતિ 1) સતિસ કાંતિ ભાઈ સોલંકી અવારનવાર તેણી ને મેણાં ટોણાં મારતા કહેતા કે તું પુત્ર ને જન્મ નથી આપતી વાંઝણી કહી અવાર નવાર પોતાની સાથે ઝગડો કરતાં તેમજ તેની સાસુ આરોપી નંબર ૨) ઉર્મિલાબેન કાંતિભાઈ સોલંકી 3) જેઠાણી રેખા અનિલભાઈ સોલંકી 4) નણંદ ચંદનબેન હસમુખ ભાઈ સોલંકી અવાર નવાર પરિણીતા પાસે દહેજ ની માંગણી કરતાં તમામ આરોપીઓ એકસંપ થયી ને ફરિયાદી મહિલા ને ઘર માંથી કાઢી મૂકી અવાર નવાર પરિણીતા ને શારીરિક માનસિક ત્રાસ ગુજારતા જેથી મહિલા પોતાના પિયર રાજપીપળા આવી પોલિસ મથક માં પતિ સહીત કુલ પાંચ સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલિસ ફરિયાદ નોંધી આરોપી સાસરિયાઓ સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here