બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી-રાજપીપલા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નાંદોદ ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખે મહિલાઓની સામાજિક, આર્થિક અને રાજકીય ભાગીદારી તેમજ મહિલા સશક્તિકરણ વિશેની માહિતી આપી

બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીનાં સ્કૂલ ઓફ આર્ટ્સ, સ્કુલ ઓફ કોમર્સ અને સ્કૂલ ઓફ સાયન્સના રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં નાંદોદ ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખના અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમમા બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સીટીનાં કુલપતિ ડો.મધુકરભાઈ પાડવી, પરીક્ષા નિયામક અને એકેડમીક કો-ઓર્ડીનેટર ડૉ.રજનીકાંત પંડયા, તથા સેક્શન ઓફિસર ડૉ.શિતલબેન પરમાર ઉપસ્થિત રહ્યા હતાં.

ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે મહિલાઓની સામાજિક, આર્થિક અને રાજકીય ભાગીદારી તેમજ મહિલા સશક્તિકરણ વિશેની માહિતી પુરી પાડી હતી. તેમજ કુલપતિ ડો.મધુકરભાઈ પાડવી દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન આપ્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો.મિનલબેન વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ, રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર ડો.અમિતકુમાર ધોળકિયા, પ્રોગ્રામ ઓફિસર પ્રો.રાજેશભાઈ ઝાલા, ડો.દેવેન્દ્રકુમાર સોલંકી સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here