બાળકોની એકમ કસોટી અને સત્રાંત પરીક્ષાના મૂલ્યાંકનમાં પોતાના બાળકોની ખૂબીઓ અને ખામીઓ જાણવા માટે વાલીઓનો જવાબ વહી ચકાસણી કેમ્પ યોજાયો

કાલોલ,(પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

માતાપિતા બાળકોના શિક્ષણ સાથે સંકળાય તે હેતુથી બોરુ પ્રાથમિક શાળામાં વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓનો થયેલ મૂલ્યાંકન અને તેઓની ખૂબીઓ ખામીઓ અને ભવિષ્યમાં તેઓની શૈક્ષણિક સહયોગ પૂરો પાડવા વાલીઓનો માહિતી અને માર્ગદર્શન કેમ્પ યોજવામાં આવ્યો. સામાન્ય રીતે એવું બને છે કે, બાળકો સવારથી બપોર સુધી સ્કૂલમાં હોય છે અને બાદમાં તેઓ સ્કૂલમાં શું શીખ્યા તે ભૂલી જાય છે. બાળકોને શિક્ષિત કરવા તે દરેક પરિવારની વ્યક્તિગત જવાબદારી છે. ત્યારે શાળા પરિવાર ને થયું કે શાળા વેકેશન દરમિયાન બાળકોને ભણાવવા માટે ઉત્સાહિત અને રસ દાખવે તે માટે જી-શાલા એપ,રીડ અલોગં વિથ મી નો બહોળો ઉપયોગ તેમજ ગ્રીષ્મોત્સવ પ્રવૃત્તિમાં પોતાના બાળકોને નિયમિતપણે આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા રહે તે સુનિશ્ચિત કરવા મુખ્યશિક્ષક ગૌરાંગ જોશી દ્વારા વાલીઓને હાકલ કરવામાં આવી હતી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here