પ્રોહીનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ડભોઇ પોલીસ… દ્રી ચક્રીય વાહનો પર દારૂની હેર ફેર કરતા બૂટલેગરો પર ડભોઈ પોલીસની લાલ આંખ…

ડભોઇ,(વડોસર) સરફરાઝ પઠાણ :-

ડભોઇ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એ.જી. પરમાર સાહેબના નાઓને બાતમી હકીકત મળેલ કે કરણેટ રોડ તરફથી બે મોટરસાયકલ પસાર થનાર છે. જેમાં એક કાળા કલરની સિલ્વર પટ્ટાવાળી હોન્ડા કંપનીની સાઇન મોટર સાઇકલ નં. GJ-06-DS-1788ની શીટ નીચે તથા એક ઇસમ સિલ્વર-વાદળી કલરની યામાહા કંપનીની એફ.ઝેડ મોટર સાઇકલ નંબર GJ-34-F-0609 ની ઉપર એક કાળા કલરના થેલામા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી લઇ ડભોઇ થી વડોદરા તરફ જનાર છે.બાતમી હકીકત આધારે પોલીસ સ્ટાફના માણસો જેમાં ઈ.પો.ઇન્સ. એ.જી.પરમાર, અ.હે.કો.રાજેન્દ્ર સિંહ, અ.પો.કો.યુવરાજ સિંહ, અ.પો.કો.અર્જુન ભાઈ, અ.પો.કો.પ્રવીણ સિંહ, આ.પો.કો.ભૂપત ભાઈ ને સુચના કરતા કરણેટ-ડભોઇ રોડ આઇ.ટી.આઇ ત્રણ રસ્તા ઉપર બાતમી હકીકતવાળી બન્ને મોટર સાયકલની વોચમા રહી ઉપરોક્ત વર્ણન વાળી બન્નેમોટરસાયકલ આવતા તેને કોર્ડન કરીને ઉભી રખાવી તપાસ કરતા તેઓની પાસે થી ભારતીય બનાવટનો વિદેશી દારુની પ્લાસ્ટિક ક્વાટર તથા બોટલો કુલ નંગ-૧૨૦ કીંમત રૂ.૨૫,૦૮૦/- તથા મોટર સાઇકલ નંગ-૦૨ ની કીંમત રૂ.૭૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૦૨ની કીમત રૂ.૮૦૦૦/- મળી કૂ લ કી. રૂ.૧,૦૩૦૮૦/- નો મુદ્દામાલ વગર પાસ પરમીટે હેરાફેરી કરી રઇેડ દરમ્યાન પકડી પાડ્યો હતો.પકડાયેલા ઈસમો (૧) મહેશભાઇ દીનેશભાઇ રાઠવા રહે.લુણી ઉછવાસ ફળીયુ
તા.જી.છોટાઉદેપુર તથા (૨) ગજાનંદભાઇ ધર્મેન્દ્રભાઇ તડવી રહે.ગામડી કેનાલવાળી વસાહત તા,સંખેડા જી.છોટાઉદેપુર ને પોતાના કબજાની બાઇકો સાથે તેઓના વિરૂધ્ધ મા ડભોઇ પો.સ્ટે. C પાર્ટ ગુ.ર.નં.૨૪૧૦/૨૦૨૧ પ્રોહી કલમ ૬૫ એઇ,૯૮(૨),૮૧ મુજબનો ગુન્હો દાખલ કરી આગળ ની કાયદેસર નીકાર્યવાહી કરતા દારૂ ની હેર ફેર કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here