પ્રધાનમંત્રીના પાવાગઢ આગમન પૂર્વે રાજ્ય ગૃહ અને આરોગ્ય મંત્રીઓના અધ્યક્ષપણા હેઠળ સમીક્ષા બેઠક યોજાઈ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પાવાગઢ આગમન પૂર્વે રાજ્ય ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવી અને રાજ્ય આરોગ્ય મંત્રી શ્રીમતી નિમીષાબેન સુથારની અધ્યક્ષતામાં હાલોલ સર્કીટ હાઉસ ખાતે પ્રધાનમંત્રી શ્રીના કાર્યક્રમની થયેલ કામગીરીની સમીક્ષા માટે વિવિધ સબંધિત વિભાગના અધિકારીઓ અને મહાનુભાવો સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકને સંબોધતા રાજ્ય ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવીએ પ્રધાનમંત્રી શ્રીના ૧૮ મી જુનના કાર્યક્રમની થયેલ કામગીરીની જાત માહિતી મેળવીને તમામ અધિકારીશ્રીઓ સાથે જરૂરી સલાહ સૂચનો કર્યા. હતા. આ સાથે ઉપસ્થિતોને માર્ગદર્શિત પણ કર્યા હતા.
આ બેઠક બાદ પ્રધાનમંત્રી શ્રીના આગમન સ્થળોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં બંને મંત્રીશ્રીઓ અને મહાનુભાવોએ પાવાગઢ પરિસરના સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન કાલીકા માતાજી મંદિર ટ્રસ્ટના મંત્રી શ્રી અશોકભાઈ પંડ્યા સહીત ટ્રસ્ટના સભ્યો શ્રીઓ ઉપસ્થિત રહીને જાણકારી પૂરી પાડી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ કુ. કામિનીબેન સોલંકી, હાલોલ ધારાસભ્યશ્રી જયદ્રથસિંહ પરમાર, કાલોલ ધારાસભ્યશ્રી સુમનબેન ચૌહાણ, ગોધરા ધારાસભ્યશ્રી સી કે રાઉલજી તથા જિલ્લા કલેકટર શ્રી સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્જુનસિંહ રાઠોડ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સહિત વિવિધ વિભાગીય વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here