પ્રથમ પત્ની હયાત હોવા છતા બીજા લગ્ન કરનાર સાવલી તાલુકાના ઈસમને ૩ વર્ષની સજા ફટકારતી કાલોલ કોર્ટ

ગત તા ૦૭/૦૬/૧૯૯૯ નાં રોજ દેવપુરા ગામની રઈબેન રામસીંગભાઈ પરમાર નાં લગ્ન સાવલી તાલુકાના ચોર્યા નાં મુવાડા ગામે અજિતસિંહ ઉદેસિંહ પરમાર સાથે થયેલ લગ્ન બાદ પરણીતા ને અવારનવાર મારઝૂડ કરતા જેથી તેઓ પીયર માં રહેતા હતા તે દરમ્યાન તેણીના પતિ અજિતસિંહ ઉદેસિંહ પરમારે પોતાની સાથે છુટાછેડા મેળવ્યા વગર જ નદીસર મુકામે રંજનબેન બાબરભાઈ સાથે બીજા લગ્ન કર્યા હોવાની માહીતી મળી હતી જે બાબતે પરણીતા એ કાલોલ કોર્ટમાં પતી તેમજ તેની બીજી પત્ની અને બે મદદગારો સામે ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી જે ફરિયાદ માં કોર્ટ દ્વારા પોલીસ તપાસનો આદેશ થતા પોલીસે તપાસ કરી રીપોર્ટ સોંપતા અદાલત માં ઈપીકો કલમ ૪૯૪,૪૯૭,૧૧૪ મુજબ નું ચાર્જશીટ ફાઇલ કરવામાં આવ્યું હતું જેમાં ૨૩ વર્ષ ૩ માસ નાં લાંબા કાનુની સંઘર્ષ દરમ્યાન એક આરોપી નું અવસાન થયું હતું કોર્ટ માં સાહેદો નાં પુરાવા નોંધ્યા બાદ કાલોલ નાં એડી. જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ પી એસ શાહે સરકારી વકીલ આર. એન રાઠવા ની દલીલો અને પડેલા પુરાવા ને ધ્યાને રાખીને ગત તા ૧૦/૦૩/૨૩ નાં રોજ આરોપી નં (૧) અજિતસિંહ ઉદેસિંહ પરમાર ને ઈપીકો કલમ ૪૯૪ મુજબ તકસીરવાન ઠેરવી ત્રણ વર્ષ ની સાદી કેદ ની સજા ફટકારી છે જ્યારે બીજી પત્ની અને અન્ય એક મદદગાર ને શંકા નો લાભ આપી છોડી મુક્યા છે.ચુકાદા માં નામદાર કોર્ટે પ્રથમ પત્ની હયાત હોવા છતા પણ આરોપીએ બીજા લગ્ન કર્યા અને તે લગ્ન થકી બાળકો હોવાનુ પણ અદાલત ને જણાવવામાં આવ્યું છે ત્યારે પ્રથમ પત્ની ની માનસીક પીડા અને તેણીનો તિરસ્કાર બાબત નો વિચાર મનુષ્ય માત્ર ને હચમચાવી મૂકે તેમ છે તેવુ અવલોકન કરી આરોપીને ત્રણ વર્ષ ની સાદી કેદ અને દશ હજાર રૂપિયાનો દંડ ની સજા ફટકારી છે આમ પ્રથમ પત્ની હયાત હોવા છતા પણ બીજા લગ્ન કરનાર આરોપીને કાલોલ કોર્ટ સજા ફટકારી સમાજ વ્યવસ્થા અને કાયદાની મજાક કરનાર સામે ઉદાહરણરૂપ ચુકાદો જાહેર કરેલ છે.