પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે ગરીબ કલ્યાણ સેવા સુશાસન કાર્યક્રમનું કરાયું આયોજન…

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

સરકાર શ્રીની વિવિધ યોજનાઓ થકી નાગરીકોની સુખાકારી હેતુ લાખો પરીવારો બન્યા આત્મનિર્ભર” – મંત્રી શ્રીમતિ નીમિષાબેન સુથાર

જીલ્લાના વિવિધ લાભાર્થીઓ સાથે સંવાદ યોજીને સ્થળ પર જ વિતરણ કરવામાં આવી સહાય

આઝાદી કા અમૃત મહોત્સવની રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે પંચમહાલ જીલ્લાના ગોધરા સ્થિત મહેદી બંગલો ખાતે ગરીબ કલ્યાણ સેવા સુશાસન કાર્યક્રમનું આયોજન માનનીય મંત્રી શ્રીમતિ નીમિષાબેન સુથારની અધ્યક્ષતા હેઠળ કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમમાં ગોધરા ધારાસભ્ય શ્રી સી કે રાઉલજી, હાલોલ ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહજી પરમાર, કાલોલ ધારાસભ્ય સુશ્રી સુમનબેન ચૌહાણ, ભારતીય જનતા પાર્ટી જીલ્લા પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ સહીત વિવિધ વહીવટી અધિકારીઓ તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. આ પ્રસંગે બાલિકાઓ દ્વારા નૃત્યનું આયોજન કરીને તમામ લાભાર્થીઓ અને મહાનુભાવોને આવકાર્યા હતા. આ સાથે માનનીય મંત્રી શ્રીમતિ નીમિષાબેન સુથાર (રાજયકક્ષા આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગ) દ્વારા જીલ્લાના વિવિધ લાભાર્થીઓ સાથે સંવાદ યોજીને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ લાભાર્થીઓને પ્રદાન કરવામાં આવ્યા હતા. આ સાથે તેમણે કેન્દ્ર સરકારની આઠ વર્ષીની ઉપ્લબ્ધીઓ, ગરીબ કલ્યાણ અને સેવા સુશાસનની વિસ્તૃત માહિતી આપી હતી.
આ પ્રસંગે માન.મંત્રી શ્રીમતી નીમિષાબેન સુથારે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે ભારતના સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી નિમિત્તે થતી આઝાદી કા અમૃત મહોત્સવની રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે આજે પંચમહાલ જિલ્લામા વિવિધ યોજનાઓ થકી લાખો લાભાર્થીઓને લાભ મળ્યો છે. આજે જીલ્લાના ઉપસ્થિત લાભાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. સરકાર શ્રીની કલ્યાણકારી અને નાગરીકોની સુખાકારી હેતુ વિવિધ યોજનાઓ થકી લાખો પરીવારો આત્મનિર્ભર બન્યા છે. કેન્દ્ર સરકારે દેશહિતના નિર્ણયો લઇને ભારતને સર્વોપરી બનાવવા હર હંમેશ પ્રયાસો કર્યા છે. જેના પરીણામ સ્વરૂપ આજે સમગ્ર વિશ્વ ભારતને આવકારી રહ્યુ છે.. આ સાથે તેમણે જીલ્લાના વિવિધ લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.
વાત કરીએ વિવિધ યોજનાઓની તો પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના હેઠળ પ્રથમ તબક્કામાં સમગ્ર દેશમાં આઠ કરોડ કુટુંબોને ગેસ કનેક્શન આપવામાં આવ્યું છે. તે પ્રમાણે ગુજરાતમાં ૨૯ લાખ ગેસ કનેક્શન આપવામાં આવેલ છે. જ્યારે બીજા તબક્કામાં ૩૧ માર્ચ સુધીમાં ગુજરાતમાં ૫.૪૦ લાખ ગેસ કનેક્શન આપવામાં આવેલ છે. ચાલુ વર્ષે કેન્દ્ર સરકારએ ૬૦ લાખ ગેસ કનેક્શન આપવાનો નિર્ણય કરેલ છે.જેમાં રાજ્યમાં એપ્રિલ મે દરમિયાન ૧.૩૨ લાખ ગેસ કનેક્શન મંજૂર કર્યાં છે. આ યોજના હેઠળ પંચમહાલ જિલ્લામાં ૪૦ હજાર ૪૧૩ કે.વાય.સી , ૩૭ હજાર ૨૮૨ ઈ.કે.વાય.સી તથા ૩૩ હજાર ૧૪૨ લાભાર્થીઓને કનેક્શનનું જોડાણ પ્રદાન કરવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાનો શુભારંભ પ્રધાનમંત્રી શ્રીએ ૨૦/૧૧/૨૦૧૬ના રોજ આગ્રાથી કર્યો હતો. પંચમહાલ જિલ્લામાં વર્ષ ૨૦૧૬ થી ૨૦૨૨ સુધીમાં કુલ ૭૧૭૪૬ આવાસો મંજૂર થયેલ છે જેમાં ૫૭૩૬૬ આવાસોની કામગીરી પૂર્ણ થયેલ છે. આ યોજનાના કુલ ૫૩૮૧૬ લાખ રૂપિયા લાભાર્થીઓના ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ યોજના થકી જિલ્લાના છેવાડાના વ્યક્તિને પણ પોતાનું પાકું ઘર મળ્યું છે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત પંચમહાલ જિલ્લામા સરેરાશ ૨ લાખ ૨૨ હજાર ૮૫ લાભાર્થીઓને અનાજ વિતરણ કરવામાં આવ્યું છે. વન નેશન વન રેશન કાર્ડ યોજના હેઠળ જિલ્લામાં નેશનલ પોર્ટેબિલિટી હેઠળ કુલ ૯૨૬ અને સ્ટેટ પોર્ટેબિલિટી હેઠળ કુલ ૨૨૩૪ જેટલા ટ્રાન્જેક્શન નોંધાયેલ છે.
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના કે જેમાં સરકાર શ્રી દ્વારા વિધવા બહેનોને માસિક ૧૨૫૦ રૂપિયા સહાય કરવામાં આવે છે જે અંતર્ગત અત્રે ૮૮૯૪ લાભાર્થીઓ લાભ મેળવી રહ્યા છે.આ સિવાય વયવંદના યોજના અંતર્ગત જિલ્લામાં ૬૫૩૨ લાભાર્થીઓ લાભ મેળવી રહ્યા છે.
પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત ૫૧૪૨૨ લાભાર્થીઓ નોધાયા છે જેમાં ૨૧૭૭૪ લાભાર્થીઓને સહાય આપવામાં આવી છે.
દેશના ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાની પહેલ થકી સરકાર શ્રીએ ૨૦૧૯ થી અમલમાં મુકેલ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક ૬૦૦૦ રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં ૨ લાખ ૩૦ હજાર ૯૦૦ ખેડૂતોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવેલ છે જેમાં સરકાર શ્રી દ્વારા કુલ ૧૧ હપ્તામાં અત્યારસુધી ૪૨૭.૧૯ કરોડની રકમની સહાય આપવામાં આવી છે.
પંચમહાલ જિલ્લામાં કુલ ૨૦૦૦ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે. ૭૩ લાખ ૫૭ હજાર ૧૦૦ લાર્ભાર્થીઓ કે જેઓ ૩ થી ૬ વર્ષના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણનો લાભ આપવામાં આવે છે. ૧૨ લાખ ૪૧ હજાર ૪૦૦ ધાત્રી માતાઓને માતૃશક્તિના ચાર પેકેટનો લાભ આપવામાં આવે છે. સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓને બુધવાર અને શુક્રવારના રોજ દૂધ સંજીવની યોજનાનો લાભ આપવામાં. આવે છે…
આજે કેન્દ્ર અને રાજ્ય સરકાર રાજ્યના નાગરિકોની સુખાકારી માટે કટીબધ્ધ છે. વિવિધ યોજનાઓની સહાય માટે સીધા ખાતામાં પૈસા મોકલી આપવાની સુવિધા છે. રાજ્યમાં સ્વાસ્થ્ય, શિક્ષણ અને નાગરિકોની સુખાકારી માટે સરકાર તમામ પ્રકારની મદદ માટે હર હંમેશા કટિબદ્ધ છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here