પોલીસ સંભારણા દિન રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી અંતર્ગત જિલ્લા કક્ષાની નિબંધ સ્પર્ધામાં શહેરા તાલુકાની દિવ્યાંગ દીકરી રણવીતાબેને બીજો નંબર મેળવી તાલુકાનું ગૌરવ વધાર્યું…

શહેરા,(પંચમહાલ)ઇમરાન પઠાણ :-

પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ સંભારણા દિન 26 ઓકટોબર 2021 ના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત ચિત્ર સ્પર્ધામાં – રાષ્ટ્ર નિર્માણમાં પોલીસનું યોગદાન, સમાજમાં પોલીસની ભૂમિકા, રાષ્ટ્રીય એકતા દિવસ – 2021, નિબંધ સ્પર્ધામાં – રાષ્ટ્ર નિર્માણમાં પોલીસનું યોગદાન અને વ્યાખ્યાન સ્પર્ધા – સમાજમાં પોલીસની ભૂમિકા વગેરે વિષય પર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત નિબંધ સ્પર્ધામાં શહેરા તાલુકાની શ્રીમતી એસ.જે.દવે સાર્વજનિક હાઈસ્કૂલના ધો.10 માં અભ્યાસ કરતી દિવ્યાંગ વિદ્યાર્થિની પટેલીયા રણવિતાબેન સોમાભાઈએ તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવી જિલ્લા કક્ષાએ દ્વિતીય ક્રમ મેળવી શહેરા તાલુકાનું ગૌરવ વધારેલ છે. જે બદલ જિલ્લા પોલીસ પંચમહાલ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પોલીસ પરેડ ગોધરા ખાતે સન્માનપત્ર તેમજ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ આર.પરમારે દીકરી રણવીતાબેનની ઉત્તરોત્તર શૈક્ષણિક પ્રગતિ માટે આશીર્વાદ પાઠવી તેમના પરિવાર, આચાર્ય વિપુલ પાઠક, માર્ગદર્શક શિક્ષક તેમજ શાળા પરિવારને તાલુકાને ગૌરવ અપાવવા બદલ શહેરા શિક્ષણ પરિવાર તેમજ સમગ્ર શિક્ષા, શહેરા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ પંચમહાલ પોલીસ વિભાગનો હ્દય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here