પાવીજેતપુર પાસે આવેલ ભારજ નદી ઉપર બનાવેલ ડ્રાઇવરઝન ખેતર માલિકને પોતાના ખર્ચેલા પૈસા નહીં મળતા ખાડો ખોદીને બંધ કરાવ્યો

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

ખેતર માલિક ના જણાવ્યા અનુસાર ત્રણ થી ચાર મહિના થઈ ગયા હોવા છતાં પણ બ્રિજ બનાવા નું કામ ચાલુ થયેલ નથી.
અમારું વળતર છોટાઉદેપુર ધારાસભ્ય રાજુભાઈ તથા મોન્ટુભાઈ સરપંચ ને સિહોદ ના માજી સરપંચ અજયભાઈ એ મૌખિક રીતે નક્કી કરેલ હોય. જેમાં આજ દિન સુધીમાં અમને 50,000 હજાર રૂપિયા ટુકડે ટુકડે કરીને મળેલ છે.
પરંતુ અમે પોતે ગ્રામજનો સાથે રહી ટ્રેકટરો તથા જે. સી. બી. દ્વારા માટી પુરાણ નું કામ કરેલો હોય જેમાં અમે ત્રણ થી ચાર લાખ રૂપિયા હમારા પોતાના ના ખર્ચ કરેલ છે.

જે પૈસા અમોએ માંગણી કરતા અમને ગલ્લા તલ્લામાં જ જવાબ મળેલ છે
જે રકમઆજ દીનસુધી અમને મળેલ નથી એટલે નાછૂટકે આજ રોજ અમે અમારા માલિકી ના ખેતર માં જે . સી . બી. થી અમે જાતે ખાડો ખોદીને . ડ્રાંઇવર્ઝન બંદ કરેલ છે.

ડ્રાઈવરજન ચાલુ કરાવવા આવેલ હોદ્દેદારો વેલી તકે અમારા મહેનત ના રૂપિયા અમને અપાવે આવી અમારી માંગ છે.
અમારો હક અમને મળે ત્યાર પછી ડ્રાઇવરઝન ચાલુ કરી આપીશું.

અમે ગરીબ માણસો હોય ખર્ચેલ રૂપિયા પરત આપે તો જ અમે ડ્રાઇવરઝન ચાલુ કરીશું. નહીંતર ડ્રાંઇવર્ઝન અમે અમારા ખેતર માંથી ખોલી શુ નહિ આવી અમારી માંગ છે.
એવું રસિક ભાઈ એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here