પરુણા ગામે રેતીની લીઝનું મહુર્ત કરવા આવનારને માર મારી લુંટ બદલ સરપંચ સહિત કુલ ૧૪ સામે ફરિયાદ…

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

અન્ય ઈસમો જીવ બચાવી ભાગી જતાં પુજા વિધી કરવા આવનાર મહારાજ ને લોકો એ નિશાન બનાવ્યા

કાલોલ તાલુકાના પરુણા ગામે આવેલ ગોમા નદીના પટમાં બ્લોક નંબર બી ૨ માં ગોધરાના આરીફ ઈબ્રાહીમ ધંત્યા એ સરકારી ધારાધોરણ મુજબ જીલ્લા કલેક્ટર કચેરી માથી રેતી કાઢવા ની પરવાનગી મેળવી હતી જેનો વહીવટ કરવા માટેની પાવર ઓફ એટર્ની વનરાજસિંહ પ્રવીણસિંહ ગોહીલ રે. કરોલી નાઓને આપેલ જેમાંથી રેતી કાઢતા અગાઉ લાભ પાંચમ ને દિવસે મહૂર્ત કરવા માટે પુજા વિધિ કરવા માટે વનરાજસિહે હેમંતભાઈ ઉર્ફે લાલજીભાઈ નર્મદાશંકર સેવક રે ગોધરા મુળ રે. ગંધારી તા વીરપુર.જી .મહીસાગર નાંઓને બોલાવેલા આ સ્થળ ઉપર ફરિયાદી તથા ઈમરાનભાઈ ખડખડ રે વેજલપુર અને ઈશ્વરભાઈ રે ભૈરવ ની મુવાડી તથા રોહિતભાઈ અને દક્ષેશભાઈ બન્ને અગાસી ની મુવાડી પણ હાજર હતા સવારના સાડા દસેક વાગ્યે પુજા વિધિ કરી તે સમયે ગામના સરપંચ કિરીટસિંહ રતનસિંહ પરમાર સહિત કુલ મળી ૧૪ઈસમો આવી ગયા હતા અને કોને પુછીને પૂજાવિધિ કરી છે એમ કહી ગાળો બોલી ગડદા પાટું નો માર મારવા લાગેલ ટોળા દ્વારા લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી અન્ય ઈસમો જીવ બચાવી નાસી છૂટ્યા હતા ટોળા નાં ઈસમો દ્વારા સોનાની ચેન અને વિટી તથા મોબાઈલ અને રોકડ રકમ રૂ ૯,૦૦૦/ મળી કુલ ૬૯,૦૦૦/ ની રકમ ની લુંટ ચલાવી હતી અને વનરાજસિંહ ની મોટર સાયકલ ની પણ લાકડીઓ મારી તોડફોડ કરી હતી. પૂજાવિધી કરવા આવેલ ફરિયાદી ને ટોળા દ્વારા ખેંચતાણ કરી મારતા તેઓએ પહેરલ ટી શર્ટ અને બનીયન પણ ફાટી જવા પામેલ ખેતર નાં રસ્તે જીવ બચાવી ફરિયાદી દોડતા દોડતા પરુના ગામ ના હસમુખભાઈ વણકર નાં ઘરે પહોચી ગયા અને બનાવની જાણ કરી હતી જે બાદ તેમનો પુત્ર શિવમ આવી જતા વેજલપુર સરકારી દવાખાને સારવાર કરાવી હતી ત્યારબાદ વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે લુંટ સહિત મારા મારી અને ધાક ધમકી ની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઈ એમ એચ જાદવ દ્વારા હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે સમગ્ર બનાવ નો વિડિયો કોઈક ઈસમે ઉતારી લીધો હતો જે વિડિયો છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમા કપડા ફાટી ગયેલ ફરિયાદી ને ટોળા દ્વારા ગંદી ગાળો બોલી ફરીવાર રેતી કાઢવા આવવુ નહી તથા ભોગ બનનાર મારો મોબાઇલપડી ગયો છે તેવી વાતચીત સંભળાય છે. ટોળા ના લોકો થી બચાવતો એક ઈસમ પણ જણાય છે.
૧૪ આરોપી નાં નામ
(૧) કિરીટસિંહ રતનસિંહ પરમાર
(૨) વિનોદભાઈ દલપતભાઈ પરમાર
(૩) પર્વતભાઇ નર્વતભાઈ પરમાર
(૪) દિનેશભાઈ નર્વતભાઇ પરમાર
(૫) ગુલાબભાઈ અદાભાઈ પરમાર
(૬) રાજેશભાઈ દોલતભાઈ પરમાર
(૭) પૃથ્વીભાઈ ભલસિંહ પરમાર
(૮) વિપુલભાઇ નટવરભાઈ પરમાર
(૯) સુનિલભાઈ મુકેશભાઈ પરમાર
(૧૦) પ્રકાશભાઈ સાલમભાઈ પરમાર
(૧૧) દશરથભાઈ ફતાભાઈ પરમાર
(૧૨) રમેશભાઈ મંગળભાઈ પરમાર
(૧૩) વિનુભાઈ નાનાભાઈ પરમાર
(૧૪) સુભાષભાઈ અર્જુનભાઈ પરમાર
તમામ રે પરૂના તા કાલોલ જી પંચમહાલ.
*રેતી ની લીઝ માં પૂજા કરાવનાર ની મારામારી ની તસવીરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here