પત્ની સામે ઇંસ્ટાગ્રામ પર વાતો કરવાનાં બનાવમાં ધીંગાણું ખેલાતા સામા વાળાએ ત્રણ વિરુદ્ધ કોલોલ પોલીસમાં નોંધવી ફરિયાદ.

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના સણસોલી ગામનાં સચિનકુમારા રાજેશભાઈ રાઠોડ ઉં.વ.૨૦ એ કાલોલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદમાં જણાવેલ કે ગામમાં રહેતા દિપક મહંત અને તેના બે સાથી મિત્રો સુનિલ રાઠોડ અને સુરપાલ રાઠોડ ફરિયાદી ને ઘરે જઈ ફરિયાદી દિપક મહંત ની પત્ની સાથે ઇંસ્ટાગ્રામ પર વાતો કરતાં હોવાની બાબતે ગાળાગાડી કરી તેમજ દિપકની પત્ની સાથે ફરિયાદી સચિન ઇંસ્ટાગ્રામ પર વાતો કરતો હોવાનો સ્ક્રીનસોટ દિપક મહંતએ પાડી લીધેલ તે બાબતે ફરિયાદીનાં ઘરે તેમના પરિવાર સામે ત્રણે ઈસમો પોહોંચી ગાળા ગાળી કરતા સામ સામે ધીંગાણું ખેલાયું હતું. જેમાં આરોપી દીપક મહંત ફરી ફરિયાદીને તેની પત્ની સાથે ઇંસ્ટાગ્રામ પર કેમ વાત કરે છે એમ કહી ફરિયાદીને સુનિલ રાઠોડએ પકડી રાખેલ અને દિપક મહંતે તેના હાથમાની લાકડી ફરિયાદી સચિનને કપાળનાં જમણા ભાગે અને શરીરનાં અન્ય ભાગ ઢીંચણ અને હાથની આંગળી ઉપર લાકડી વડે માર મારતા ચામડી લોઈ લુહાની કરી તંદુપરાંત ફરિયાદીનાં માતા અને મામાના છોકરા વચ્ચે પડતાં દિપક મહંત એ લાકડી વડે સચિનનાં મામાનાં છોકરાને પણ શરીરના અંગો પર લાકડી મારી અને તેની માતાને પણ ખેંચતાન કરી ગડદા પાટુનો મારા મારી ધીંગાણું ખેલ્યું હતું. તદુપરાંત ત્રણેય ઈસમોએ જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી છૂટેલ. જયારે ઇજાગ્રસ્ત વ્યક્તિઓને રેફરલ હોસ્પિટલ કાલોલ ખાતે સારવાર કરાવી કાલોલ પોલીસ મથકે ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here