કાલોલ પોલીસનુ અહો આશ્ચર્યમ…!! રેતી ભરેલુ ટ્રેકટર પકડી લીધુ અને ગુનો દાખલ કર્યો બેફિકરાઈથી વાહન ચલાવવાનો..!!

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકામાં બેફામ રેતી ખનન માજા મુકી રહ્યું છે ત્યારે શનીવારે બપોરના ૧ થી ૨ વાગ્યાના અરસામાં કાલોલ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફે દેલોલ પાસે થી ગેરકાયદેસર રેતી ભરી જતુ એક ટ્રેકટર ઝડપી પાડી કાલોલ પોલીસ મથકે મુકાવેલું આ બાબતની જાણ મીડીયા ને થતા મીડીયા દ્વારા ટ્રેકટર ની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી પણ કરવામાં આવી અને કાલોલ પોલીસની સારી કામગીરીના સમાચાર બનાવવામાં આવ્યા હતા પરંતુ આશ્ચર્ય ત્યારે સર્જાયુ જ્યારે રેતી ભરેલુ ટ્રેકટર પોલીસ સ્ટેશન નાં કમ્પાઉન્ડ ની બહાર થી પોબારા ગણી ગયુ બનાવ સંદર્ભે પોલીસ નો સંપર્ક કરતા જાણવા મળ્યુ કે ટ્રેકટર સાંજે પોણા પાંચ વાગે પકડેલુ બતાવી ટ્રેકટર ચાલક સામે સાંજના સવા પાંચ કલાકે બેફિકરાઈ થી વાહન ચલાવવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે છેક બે અઢી કલાક સુધી એવુ તો શુ થયુ કે પોલીસે રેતી ભરેલુ ટ્રેકટર છોડી મુક્યુ અને ચાલક સામે બેફિકરાઈ થી વાહન ચલાવવાનો ગુનો એમ વી એકટ અને આઈપીસી કલમ ૨૭૯ મુજબ નોંધવો પડ્યો આ સમગ્ર ઘટના ચર્ચા નો વિષય બની ગયેલ છે ડી સ્ટાફ નાં કર્મચારી ને પુછતા રેતી રોયલ્ટી વાળી હશે એટલે છોડી મુક્યુ હોઈ શકે એમને ખબર નથી તેવી ગોળ ગોળ વાતો કરી હતી ટ્રેકટર ચાલક નિરંજન કુમાર દિલીપસિંહ બારીયા રે. બહાર ફળીયુ ઉતરેડિયા તા કાલોલ સામે ગુનો દાખલ કરી રેતી ભરેલ ટ્રેકટર માથી રેતી નો ઉલ્લેખ સુધ્ધા પોલીસે કાઢી નાખવા પાછળ શુ કારણ? ખાણ ખનીજ વિભાગ ને કેમ જાણ કરી નહિ ? રેતી ની રોયલ્ટી બાબતે શુ ખાતરી કરી જો રોયલ્ટી ભરેલી રેતી હતી તો રોયલ્ટી પાસ ની કોપી કેમ લીધી નથી ? આવા અનેક પ્રશ્નો ઉભા થાય છે. ટુકમાં મોટા ખાડા માથી બહાર કાઢવા પોલીસે નાના કુંડાળા મા પગ નખાવ્યો છે તેવી ચર્ચાઓ જામી છે ત્યારે કાલોલ પોલીસે ટ્રેકટર માની રેતી નો ઉલ્લેખ કરવાનુ કેમ ટાળ્યુ તે પણ તપાસનો વિષય બન્યો છે. મીડીયા ની હાજરી છતા આમ ચાલતુ હોય તો બીજુ તો પુછવુ જ શુ. કાલોલ પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ મા પણ ટ્રેકટર દેખાતુ જ હશે પરંતુ તપાસ કોણ કરે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here