સદભાવના મિશન ક્લાસ બહારપૂરા મારવાડીવાસ ગોધરામા શિક્ષણથી વંચિત એવા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને મફત શિક્ષણ આપી દ્વિતિય સત્રની પરીક્ષાઓની પુર્વ તૈયારીઓ કરાવતા ઇમરાન સર…

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

પંચમહાલ જિલ્લાના પાટનગર ગોધરા શહેરમાં કેટલાય વર્ષોથી બહારપૂરા સ્લમ વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણ કોચિંગ ક્લાસ અભ્યાસ મફત પીરસી રહ્યા છે.
શિક્ષણથી વંચિત એવા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને શોધી અને શાળાઓમાં અભ્યાસ માટે પ્રવેશ અપાવી સાંજના સમયે સદભાવના મિશન ક્લાસ બહારપૂરા મારવાડીવાસ ગોધરામા શિક્ષણ લઈ સેંકડો વિદ્યાર્થીઓએ સારા ટકા મેળવી હાલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ સારી એવી સફળતા મળી છે અને ઘણા એવા પરીવારના વિધાર્થીઓ છે જેના મા-બાપનેની છત્રછાયા ગુમાવી છે હાલ સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરા મા મફત શિક્ષણ કોચિંગ ક્લાસ અભ્યાસ લય રહ્યા છે આવા સમયે ઉચ્ચ અભ્યાસ કરી જોબ કરી રહ્યા છે.
શિક્ષણ થકુ આવા અનેક ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહન કરી બીજા સત્રની શરૂઆત થઈ જાય એ પહેલાં ક્લાસમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારીઓ માટે અલગ અલગ રીતે ધોરણ વાઈઝ અસાઈનમેન્ટ લક્ષી અભ્યાસ કરાવી કોઈ ડર કે ગભરામણ વીના પોતાની શાળામાં પરીક્ષા આપવા આત્મવિશ્વાસ સાથે તૈયાર દર્શાવી છે અને તેમને માર્ગદર્શન આપવામા આવ્યું છે કે સ્પષ્ટ શબ્દો, મરોડદાર અક્ષરો જેતે પ્રશ્ર્નોના મુઝવતા સવાલ જવાબો વગેરે બાબતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે ઉપરોક્ત જોતાં મોંઘવારી કારણે કેટલાક વિસ્તારોમાં પ્રાઈવેટ ટયુશન ક્લાસ કરાવી શકતાં નથી અને ફી નથી ભરી શકતાં એવા સેંકડો વિદ્યાર્થીઓએ લાભ લઈ આગળ અભ્યાસ કરવા ગયા છે અને આવા ગરીબ અને મધ્યમ વર્ગના 160 બાળકોથી વધુ બાળકો હાલ શિક્ષણ લઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here