પંચમહાલ: સ્થાનિક સ્વરાજની ચુટણીઓ માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટે જમાવડો, ઉમેદવારોએ વાજતે ગાજતે પોતાના સર્મથકો સાથે ફોર્મ ભર્યા

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ

પંચમહાલ જીલ્લામાં,તાલુકા પંચાયત જીલ્લા પંચાયત અને પાલિકાની ચુટણીને લઈને આજે ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે. ફોર્મ ભરવા માટે ઉમેદવારોનો જમાવડો જોવા મળ્યો હતો.
શહેરાની પ્રાન્તકચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી શરુ કરવામા આવી છે.ભાજપ દ્વારા ગતરોજ ઉમેદવારી જાહેર થતા આજે ઉમેદવારો પોતાના સર્મથકો તેમજ ટેકેદારો સાથે ઢોલનગારા સાથે વાજતેગાજતે ફોર્મ ભર્યા હતા.જીલ્લા અને તાલૂકા પંચાયત માટે ભાજપમાથી ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.જીલ્લા પંચાયતની બેઠક માટે
કોંગ્રેસ તરફથી ફોર્મ ભરવામા આવ્યા હતા.
નગરપાલિકાની બેઠક માટે અપક્ષ ઉમેદવારો ફોર્મ ભર્યા હતા.શહેરા નગરપાલિકાની ચુટણી આ વખતે અપક્ષ અને ભાજપ વચ્ચે ખરાખરીનો જંગ બની રહેવાની છે.હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે.ત્યારે તંત્ર દ્વારા ઉમેદવાર હેન્ડ વોશ સેનેટાઇઝ કરી થર્મલગનથી તાપમાન પણ માપવામા સહિતની વ્યવસ્થા ઉભી કરવામા આવી છે.ચુટણીના ઉમેદવારી ફોર્મ ભરવાને લઈને સેવાસદન ખાતે ચૂસ્ત બંદોબસ્ત રાખવામા આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here