પંચમહાલ લોકસભા મતદાર વિભાગ માટે ઉમેદવાર ૧૯ એપ્રિલ ૨૦૨૪ સુધીમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીને તેમના નામની દરખાસ્ત મોકલી શકશે

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

જાહેર રજાના દિવસ સિવાય સવારના ૧૧.૦૦ વાગ્યાથી બપોરના ૩.૦૦ વાગ્યા સુધીમાં ઉમેદવારીપત્રો મોકલી શકાશે

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ૧૮-પંચમહાલ સંસદીય મતદાર વિભાગની ચૂંટણી નોટિસ તા.૧૨/૦૪/૨૦૨૪ના રોજ પ્રસિધ્ધ કરેલ છે.જે અનુસાર પંચમહાલ લોકસભા મતદાર વિભાગ માટે ઉમેદવાર કે તેમના નામની દરખાસ્ત મુકનાર પૈકી કોઈપણ એક વ્યક્તિ ચૂંટણી અધિકારી ૧૮-પંચમહાલ સંસદીય મતદાર વિભાગ અને કલેકટર, પંચમહાલને, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન-૧ ગોધરા અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન તંત્રને, પ્રથમમાળ, રૂમ નં.૫૪, જિલ્લા સેવા સદન-૨ ગોધરા જિ.પંચમહાલ ખાતે મોડામાં મોડું તા.૧૯મી એપ્રિલ ૨૦૨૪(શુક્રવાર) સુધીમાં કોઈપણ દિવસે (જાહેર રજાના દિવસ સિવાય) સવારના ૧૧.૦૦ વાગ્યાથી બપોરના ૩.૦૦ વાગ્યા સુધીમાં ઉમેદવારીપત્રો પહોંચાડી શકશે તેમ ૧૮- પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી આશિષ કુમારે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here