પંચમહાલ જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ બેઠક યોજાઈ

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારના અધ્યક્ષસ્થાને ગોધરા કલેકટર કચેરી સભાખંડ ખાતે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ થતી કાર્યવાહી અંગેના પ્રશ્નોના ઉકેલને લઈને બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ગોધરા અને શહેરા તાલુકાના કુલ નવ કેસ રજૂ કરાયા હતા જે સર્વાનુમતે દફતરે કરવામાં આવ્યા હતા.અત્યારસુધી આ એક્ટ હેઠળ જિલ્લા કક્ષાની કુલ સાત બેઠકો યોજાઈ છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયા,જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી,ગોધરા પ્રાંત અધિકારીશ્રી પ્રવિણસિંહ જૈતાવત,સ્ટેમ્પ ડયુટી કલેકટરશ્રી ફાલ્ગુન પંચાલ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here