છોટાઉદેપુર જિલ્લામાં ૪ જૂનના રોજ વાવાઝોડા સાથે વરસેલા કમોસમી વરસાદથી બાગાયત પાક પકવતા ખેડૂતોને ખુબ મોટાપાયે નુકશાન વેઠવાનો વારો આવ્યો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લામાં ૪ જૂનના રોજ વાવાઝોડા સાથે વરસેલા કમોસમી વરસાદથી બાગાયત પાક પકવતા ખેડૂતોને ખુબ મોટાપાયે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.જેમાં ઉભી તૈયાર થયેલ મહામુલા કેળ,કેરી અને પપૈયાના પાક પ્રચંડ પવન સાથે ફુંકાયેલા વાવાઝોડાથી જમીનદોસ્ત થતા ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાયા છે.આખું વર્ષ ખાતર,પાણી,મજૂરી કરીને તૈયાર થયેલ પાક વાવાઝોડાની અસરથી નાશ થવા પામતા ખેડૂત આગેવાનોએ છોટાઉદેપુર લોકસભાના સાંસદશ્રીમતી ગીતાબેન રાઠવા,ધારાસભ્યોને પોતાની વેદના જણાવતા સરકાર અમારી ખેડૂતોની વ્હારે આવી નુકશાનીનો સર્વે વહેલીતકે હાથધરી સહાય ચૂકવે તેવી રજૂઆત કરી હતી.ખેડૂતોના હિતમાં છોટાઉદેપુર લોકસભા સાંસદે રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ,રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને પત્ર લખી વાવાઝોડામાં બાગાયત ખેતી પકવતા પંચમહાલ,નર્મદા,છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના ખેડૂતોના પાકોને થયેલ નુકશાન અંગે વહેલીતકે સર્વે કરાવી સહાય ચૂકવવા અંગે લેખિતમાં રજૂઆત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here