પંચમહાલ જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને PMFME યોજના અંગે બેઠક યોજાઈ

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

ગોધરા સ્થિત કલેકટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારના અધ્યક્ષસ્થાને PMFME
યોજના અંગે બેઠક યોજાઈ હતી.સદર બેઠકમાં કમિટીના સભ્યો સાથે વિવિધ તાલુકાના ખેડુતો હાજર રહ્યા હતા.બેઠકોમાં કુલ ૧૬ પ્રોજેક્ટોને બહાલી આપવામા આવી હતી.આ તકે જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, જિલ્લાના વિવિધ જણસીના મુલ્ય વર્ધનના પ્રોજેક્ટોનો વ્યાપ્ત વધે તે માટે સદર યોજનાનો બહોળો પ્રચાર પ્રસાર થાય તે અનિવાર્ય છે. સદર યોજના અંગે વધુ માહિતી માટે જિલ્લા કક્ષાએ નાયબ બાગાયત નિયામકશ્રીનો સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામક ગોધરા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

PMFME  (પ્રધાનમંત્રી ફોર્મ લાઇઝેશન ઑફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝ યોજના)

ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલય એ ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગના અસંગઠિત સેગમેન્ટમાં હાલના વ્યક્તિગત સૂક્ષ્મ-ઉદ્યોગોની સ્પર્ધાત્મકતા વધારવા અને ક્ષેત્રના ઔપચારિકકરણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ PMFME યોજના શરૂ કરાઇ છે. આ યોજના વર્ષ ૨૦૨૪-૨૫ સુધીના પાંચ વર્ષના સમયગાળામાં રૂ. ૧૦ હાજર કરોડના કુલ ખર્ચ સાથે અમલમાં મુકવામાં આવશે.

આ યોજના કૃષિ-ખાદ્ય પ્રક્રિયામાં રોકાયેલા સહાયક જૂથો જેમ કે ખેડૂત ઉત્પાદક સંગઠનો, સ્વ-સહાય જૂથો અને ઉત્પાદક સહકારી સંસ્થાઓને તેમની સમગ્ર મૂલ્ય શૃંખલા સાથે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે. ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય, રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સરકારો સાથે ભાગીદારીમાં, હાલના માઇક્રો ફૂડ પ્રોસેસિંગ સાહસોના અપગ્રેડેશન માટે નાણાકીય, તકનીકી અને વ્યવસાયિક સહાય પૂરી પાડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here