ગોધરા તાલુકાના ટુવા ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજાયો

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

પંચમહાલ જિલ્લા આરોગ્ય વિભાગ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.મહેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગોધરા તાલુકાના ટુવા ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું.પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,કલ્યાણાના સહયોગ થકી તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.એન.એમ.ડામોર અને સ્ટાફ દ્વારા ટુવા ખાતે એડોલેસેન્ટ હેલ્થ અવેરનેસ એન્ડ એડોલેસન્ટ ફ્રેન્ડલી હેલ્થ ક્લબ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પ્રા.આ.કે.કલ્યાણાના મેડિકલ ઓફિસર ડૉ. આસિફ ભાઇજમાલ દ્વારા હાજર તરુણ – તરુણીઓ તથા પિયર એજ્યુકેટર અને આશા બહેનોની ટીમને તરુણ અવસ્થા દરમિયાન કિશોર-કિશોરીઓમાં થતા શારીરિક અને માનસિક ફેરફારો અને વિકાસ,કિશોરીઓમાં માસિક સ્ત્રાવ અને સ્વચ્છતા અંગેની જરૂરી કાળજી અંગેનું મહત્વ વિશે માર્ગદર્શન અપાયું હતું. આ સાથે ઉપસ્થિતોને તમામ આરોગ્યલક્ષી કાર્યક્રમ વિશે સમજણ અપાઈ હતી.

આર.બી.એસ.કે. મેડિકલ ઓફિસરશ્રી ડૉ.સંદીપ પટેલ અને પ્રા.આ.કે.ની સી.એચ.ઓ. તેમજ આરોગ્ય ટીમ દ્વારા કિશોર અવસ્થા દરમિયાન સમતોલ આહાર તેમજ આયન ફોલિક એસિડની ટેબલેટ નિયમિતપણે લેવાથી શરીરને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે અને હિમોગ્લોબિનનું પ્રમાણ પણ જળવાઈ રહે છે, જે એનીમીયાની અસરથી દૂર રાખે છે.તેવી જ રીતે તમાકુના કોઈપણ પ્રકારે થતા સેવનથી શરીરમાં થતી હાનિકારક અસરો વિશે અને કસરત,યોગ, મેડીટેશનનું તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે મહત્વ અંગે વિસ્તારપૂર્વક સમજણ અપાઈ હતી. આ ઉપરાંત સાયબર ક્રાઇમ વિશે પણ માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ૧૧૫ પિયર એજ્યુકેટર,સી.એચ.ઓ.
પ્રા.આ.કે.ના તમામ કર્મચારી તથા આશા ફેસીલેટર અને આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે પિયર એજ્યુકેટરને પ્રોત્સાહન સ્વરૂપે પોષણયુક્ત આહારની કીટ (સિંગદાણાની ચીકી, ચણા ખજૂર) તેમજ વોટર બોટલનું વિતરણ કરાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here