પંચમહાલ જિલ્લામાં આયુષ્યમાન ભવ: અભિયાન અંતર્ગત આયુષ્યમાન મેળો અને રક્તદાન શિબિરનું આયોજન કરાયું

ગોધરા, (પંચમહાલ) ઇશહાકરાંટા :-

સામૂહિક આરોગ્ય કેન્દ્ર, કાંકણપુર ખાતે આયુષ્યમાન મેળો તથા સામૂહિક આરોગ્ય કેન્દ્ર મોરા,ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર કાંકણપુર ખાતે આયુષ્યમાન ભવ:અભિયાન અંતર્ગત આયુષ્યમાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આયુષ્યમાન મેળામાં પારુલ ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચના નિષ્ણાંત ડો. પ્રશાંત દવે, ગોધરા તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડો.એન.એમ.ડામોર તથા કાંકણપુર સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક શ્રી ડો.કલ્પેશ મછાર અને પારુલ ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ વાઘોડિયાના દરેક પ્રકારના રોગોના નિષ્ણાંત ડોક્ટરની ટીમ ઉપસ્થિત રહી હતી આરોગ્ય મેળાનો અલગ અલગ વિભાગમાં કુલ ૨૧૬ વ્યક્તિઓએ લાભ લીધો હતો.

જ્યારે મોરવા(હ) તાલુકામાં તાલુકા આરોગ્ય કચેરી,મોરવા (હ) દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પંચમહાલ ગોધરાના સહયોગથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર મોરા, ખાતે આયુષ્યમાન ભવ: અભિયાન અંતર્ગત રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું.જેમાં ૪૦ યુનિટ બ્લડ એકત્રિત કરાયું હતું. તાલુકા આરોગ્ય અધિકારી ડો.એસ.એસ.સિંહા તથા તાલુકાના અગ્રણી વ્યક્તિઓ બ્લડ ડોનેટ વ્યક્તિઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here