પંચમહાલ જિલ્લા કક્ષાની વાદન સ્પર્ધા ૨૭ ઓગસ્ટ થી ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધી યોજાશે

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર તથા જીલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે વાદન (વાંસળી ,તબલા , હાર્મોનિયમ(હળવું) સ્પર્ધા) નું આયોજન કરેલ છે, જેમાં જુદા જુદા વયજૂથ પ્રમાણે કલાકારો ભાગ લઇ શકશે. જેમાં ૬ વર્ષ થી ૧૪ વર્ષ સુધીના ( ૩૧/૧૨/૨૦૦૭ થી ૩૦/૧૨/૨૦૧૬ ની વચ્ચે જન્મેલા ) , ૧૫ વર્ષ થી ૨૦ વર્ષ સુધીના (૩૧/૧૨/૨૦૦૧ થી ૩૦/૧૨/૨૦૦૭ ની વચ્ચે જન્મેલા) , ૨૧ વર્ષ થી ૫૯ વર્ષ સુધીના (૩૧/૧૨/૧૯૬૨ થી ૩૦/૧૨/૨૦૦૧ ની વચ્ચે જન્મેલા) તેમજ ૬૦ વર્ષથી ઉપરના ઓપન વયજૂથ (૩૧/૧૨/૧૯૬૧ કે તે પહેલા જન્મેલા) વયજૂથમાં ભાગ લઇ શકશે. ઉકત સ્પર્ધાની વિડ્યો કલીપ સીડી માં તૈયાર કરી તા.૧૩/૦૯/૨૦૨૧ બપોરે ૧૨:૦૦ કલાક સુધી જીલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જીલ્લા રમતગમત અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન ભાગ-૨, પ્રથમ માળ, રૂમ નં.૩૫, ગોધરા જી.પંચમહાલ ખાતે મોકલી આપવાની રહેશે. વધુ માહિતી માટે રાજેશ પારગી(પ્રાંત યુવા વિકાસ અધિકારી) – ૬૩૫૩૯૩૫૬૫૭ નો સમ્પર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી પંચમહાલની એક અખબારી યાદી માં જણાવ્યું છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here