પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીની કાર્યકર્તા બેઠક ગોધરા મુકામે યોજાઇ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

પંચમહાલ ની પાંચે પાંચ વિધાનસભા શીટ જીતવાનો કાર્યકર્તાઓનો હુંકાર.

આ બેઠકમાં પંચમહાલ જિલ્લામાંથી મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ઘોઘંબા પ્રમુખ અને હાલોલ વિધાનસભા પ્રભારી અર્જુનસિંહ બારીયાએ સૌને એક થઈ સંગઠનને મજબૂત બનાવવા માટે હાકલ કરી હતી.હાલોલ પ્રમુખશ્રી વિશાલ જાદવે આવનાર ચૂંટણીમાં જન જન સુધી પહોંચીને પ્રજાને જાગ્રત કરી પરિવર્તન લાવવાની હાકલ કરી હતી.હાલોલ નગર પ્રમુખશ્રી જયદેવસિંહ જાડેજા એ ભષ્ટ્રાચારી સરકારને ઘર ભેગી કરવાની વાત કરી હતી. મહામંત્રી શ્રી પ્રવીણભાઈ રાઠવા એ ગામડાના છેવાડાના માનવી સુધી પહોંચીને પ્રજાને જાગ્રત કરવાનું આહવાન કર્યું હતું. મહામંત્રી મુક્તિબેન જાદવે ભ્રષ્ટાચારીઓને ભગાડવાનો સમય આવી ગયો છે તેમ જણાવી કાર્યકર્તાઓને કામે લાગી જવા જણાવ્યું હતું. ગોધરા પ્રભારી શ્રી દિનેશભાઈ જાદવે હવે આપણા હક માટે લડવાનો સમય આવી ગયો છે તેમ જણાવી કાર્યકર્તાઓને એક થઈ કામગીરી કરવાની હાકલ કરી હતી. પ્રદેશ સહમંત્રી શ્રી રાજેશભાઈ ગાંધી એ ગુજરાતમાં પરિવર્તન ની લહેર ફેલાઈ ગઈ છે ત્યારે સૌ કાર્યકર્તાઓ પોતાની ફરજ ઈમાનદારી થી નિભાવે તેમ જણાવ્યું હતું. પ્રદેશ યુવા સંગઠન મંત્રી શ્રી ભરતભાઈ રાઠવા એ પ્રજા ભાજપ કોંગ્રેસ થી ત્રસ્ત છે ત્યારે આમ આદમી પાર્ટી જ એક માત્ર વિકલ્પ છે તેમ જણાવી પ્રજાની પડખે ઊભા રહી જનહિત ના કામે લાગી જવા જણાવ્યું હતું. આ પ્રસંગે મનોજભાઈ જોશી, જશુભાઈ બારીયા, રાકેશભાઈ બારીયા, ઉત્સવ ભાઈ પટેલ, વકીલ શ્રી દીવાન સર, ઉષા પાંડે, હિંમતસિંહ પરમાર, આસિફ બકકર અને અન્ય કાર્યકર્તાઓએ પોતાના વિચારો અને મંતવ્યો રજૂ કર્યા હતા. પંચમહાલ જિલ્લા પ્રમુખ શ્રી રણજીતસિંહ ચૌહાણે આગામી ૨૦૨૨ ની ચૂંટણી ને લઈને રણનીતિની વિગતવાર માહિતી આપી હતી. દરેક વિધાનસભામાં છેક બુથ લેવલ સુધી સંગઠન મજબૂત બનાવીને પંચમહાલની પાંચેપાંચ વિધાનસભા શીટ જીતવાનો હુંકાર કર્યો હતો. જેને સૌ કાર્યકર્તાઓએ વધાવી લીધો હતો. પાર્ટી ના આદર્શો, સિદ્ધાંતો અન્ય કાર્યપ્રણાલી થી તમામ કાર્યકરોને માહિતગાર કર્યા હતા. ગુજરાતમાં આવનાર સમયમાં આમ આદમી પાર્ટી એક ઈમાનદાર રાજનીતિ આપવા માટે આવી રહી છે. ત્યારે સૌને એક થઈને પાર્ટીના કામે લાગી જવા માટે જણાવ્યું હતું. આજની આ બેઠકનું સંચાલન ઉપપ્રમુખશ્રી નૈષધભાઈ બારીયાએ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here