છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજ તરફથી પડતર પ્રશ્નો બાબતે મળેલ આવેદનપત્ર અંગે અમલ કરવા રાજ્યસભા સાંસદનો વડાપ્રધાનને પત્ર

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર જિલ્લો છ તાલુકાઓમાં ફેલાયેલો છે જેમાં છોટાઉદેપુર બોડેલી સંખેડા નસવાડી પાવીજેતપુર અને કવાટ તાલુકાનું સમાવેશ થાય છે જેમાં 90% આદિવાસી વસ્તી નિવાસ કરે છે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજ દ્વારા રાજ્યસભા સાંસદ નારણભાઇ રાઠવાને પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર આપવામાં આવ્યો હોય જેના અમલ થાય અને પ્રજાના પ્રશ્નનો તાત્કાલિક નિકાલ થાય જે બાબતે રાજ્યસભા સાંસદે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખી માંગ કરી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને લખેલા પત્રમાં રાજ્યસભા સાંસદ નારણ રાઠવા જણાવ્યું છે કે છોટાઉદેપુર વડોદરા ભરૂચ અને નર્મદા જિલ્લાના ઘણા બધા લાંબા સમયથી આ વિસ્તારમાં લોકોને માંગણી વાળા પ્રશ્નો છે જેનો અમલ થતો નથી. જેમાં અમલ કરવા સુચના આપવામાં આવે તેવી રજૂઆત કરી છે છોટાઉદેપુર જિલ્લામાં છ તાલુકા ની અંદર જીઆઇડીસી પ્રોજેક્ટ મંજુર થયેલ છે છતાં તેની કામગીરી આજ દિન સુધી શરૂ થયેલ નથી તો ક્યારે શરૂઆત કરવામાં આવશે. અને કેટલી રકમ ફાળવવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લા મથકે સરકારી મેડિકલ કોલેજ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ જેમાં સરકારી મેડિકલ કોલેજ બીજા તબક્કામાં શરૂ કરવા જણાવેલ છે તો તેને પ્રથમ તબક્કા ક્યારે શરૂ કરવામાં આવશે. છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી રાઠવા કોળી અને કોળી જાતિ સાથે સમાવેશ કરવા ઘણા લાંબા સમયથી શરૂઆત કરેલ છે તો આ પ્રશ્નનો ક્યારે નિકાલ કરવામાં આવશે અને લોકોને શિક્ષણ અને નોકરીઓ મેળવવા સરળતાથી આદિવાસી રાખવાના પ્રમાણપત્ર મળી શકશે. અગાઉના સમયમાં રાઠવા રાઠવા કોળી અને કોળી જાતિને આદિવાસી જાતિમાં ગણવામાં આવતા હતા પરંતુ પાછલા 20 વર્ષથી રાઠવા રાઠવા કોળી અને કોળી જાતિના આદિવાસીનું લોકોને દાખલા મેળવવામાં વિસંગતતા ઊભી થયેલ છે રાઠવા કોળી અને કોળી જાતિને બક્ષીપંચ જાતિના સમાવેશ કરેલ હોવાથી આદિવાસી રાઠવા જાતિ દાખલા આપવામાં આવતા નથી જે અંગે સરકારમાં અગાઉ પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી તેનો અમલ થયો નથી બક્ષીપંચમાંથી સદર રાઠવા કોળી અને કોળી ને રાઠવા જાતિના સમાવેશ કરવા અમારી માંગ છે
છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના બાળકોને શાળામાં ખૂટતા ઓરડા અને જર્જરી ઓરડાની કામગીરી ક્યારે પૂર્ણ કરવામાં આવશે તેમાં શિક્ષકોની ઘણા લાંબા સમયથી ઘટ્ટ હોય જેમાં આદર્શ નિવાસી શાળાઓ અને મોડલ સ્કૂલોમાં જિલ્લા પંચાયત હસ્તક ચાલતી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ ક્યારે પૂરી કરવામાં આવશે છોટાઉદેપુર વિસ્તારમાં અંતરિયાળ ગામમાં પ્રાથમિક શાળાઓ આવેલી છે પરંતુ ત્યાં કરાર આધારિત શિક્ષકો ભરવામાં આવે છે તેની જગ્યાએ જ્ઞાન સહાયક યોજના હેઠળ શિક્ષકો ભરતી કરવા સરકાર માંગે છે પરંતુ આ વિસ્તારોમાં સરકારે જ્ઞાન સહાયક યોજના વાળા શિક્ષકો ભરતી કરવા જોઈએ નહીં અને જ્ઞાન સહાયક યોજના બંધ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવી જરૂરી છે તેવા મહત્વના 15 જેટલા મુદ્દાઓ પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીને પત્ર લખી રાજ્યસભા સાંસદે મોદી પ્રશ્નનો ઉકેલ લાવવા માંગ કરી છે.

આદિવાસી સમાજના પ્રશ્નો બાબતે કોંગ્રેસ દ્વારા મહત્વના મુદ્દાઓ ઉપર સરકારને રજુઆત

છોટાઉદેપુર જિલ્લામાં ચાલતી આંગણવાડી ના મકાનો સરકારી નથી ખાનગી મકાનોમાં આંગણવાડી ચાલતી હોય તેને સરકારી મકાનો બનાવવા જરૂરી છે, છોટાઉદેપુર જિલ્લામાં સિંચાઈ માટે પૂરતી સગવડ નથી, આરોગ્ય વિભાગના સી એચ સી અને પીએચસી દવાખાના ઉપર પૂરતા ડોક્ટરો અને નસો નો અભાવ હોય જેથી આરોગ્ય માટે હારે હાલાકી ભોગવવાનો વારો આવે છે, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના ઓરસંગ નદીમાં મોટા પાસે રેતીનું ખનન થાય છે, ગેરકાયદેસર રેતી ખોદાઈ રહી છે અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, બે ફામ રેતી ખનનને કારણે પાણીના સ્તર ઊંડા ઉતરી ગયા છે અને પાણીની ભારે તકલીફ પડી રહી છે, નલ સેજલ યોજના માં પણ ભારે ભ્રષ્ટાચાર થયો છે, છોટાઉદેપુર વડોદરા મુખ્ય હાઇવે વચ્ચે આવેલી પલાસવાડા રેલવે ફાટક અને બોડેલી ઢોકલીયા રેલવે ફાટક ઉપરની ની ટ્રાફિકની સમસ્યા નિયમિત બની છે જેની ઉપર ઓવર બ્રિજ આજદિન સુધી બનાવવામાં આવ્યો નથી જેવા મહત્વના મુદ્દાઓ અને આદિવાસી સમાજના સળગતા પ્રશ્નો અંગે વડાપ્રધાનને લેખિત પત્ર લખી રાજ્યસભા સાંસદએ માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here