ગોધરા,(પંચમહાલ)
પંચમહાલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એલ.બી બાંભણિયા (જી.એ.એસ.) દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ૨૦૨૦ની કલમ-૧૧ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ની કલમ-૩૦ અને ૩૪ હેઠળ મળેલા અધિકારની રૂએ જિલ્લાના ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ વિસ્તારો પૈકી વધુ ૩૩ વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરતો હુકમ કરવામાં આવ્યો છે. મુક્ત કરાયેલ વિસ્તારોમાં હાલોલ નગરપાલિકામાં સમાવિષ્ટ પુજા સોસાયટી, પુષ્ટિપ્રભા (કણજરી રોડ), રબારી ફળિયા, ખોડિયારનગર-૦૨, કૃષ્ણનગર, ગોકુલધામ-૦૫, રાજાબેકરીપાસેનો વિસ્તાર (કણજરી રોડ વિસ્તાર), વૈશાલી સોસાયટી બી (ર), મારૂતિનંદન એપાર્ટમેન્ટ, આત્મીયવીલા, લકી સ્ટુડિયો (જીઆઈડીસી વિસ્તાર), વૈશાલી સોસાયટી બી(૦૨), કાલોલ નગરપાલિકામાં સમાવિષ્ટ ઈન્દિરા આવાસ, તળાવ-૦૪નો વિસ્તાર, ગોધરા નગરપાલિકામાં સમાવિષ્ટ પાર્વતીનગર- ૩ (યોગેશ્વર રોડ), કાજીવાડા-૦૨, કાજીવાડા-૦૩, વાવડી ફળિયું (સોનીવાડ), શ્રીમાળી શેરી (સોનીવાડ), શિવશક્તિ સોસાયટી-૦૧ અને ૦૨, ૪૮ જજીસ બંગ્લો, મારૂતિનગર-૦૨, વૃંદાવન સોસાયટી-૦૫, રાણા સોસાયટી-૦૨, બહારપુરા (સિવિલ લાઈન્સનો વિસ્તાર), માર્કેટિંગ યાર્ડ (ભાટિયા સોસાયટી), ઘોઘંબા તાલુકાના સીમલીયા ગામમાં સમાવિષ્ટ ખેરીયા ડુંગરી ફળિયા, હાલોલ તાલુકાના શિવરાજપુર ગામમાં સમાવિષ્ટ દેના બેન્ક નજીકનો વિસ્તાર, અભેટવા ગામમાં સમાવિષ્ટ વણકર ફળિયું, ઈંટવાડી ગામમાં સમાવિષ્ટ આથમણું ફળિયું-૦૩, કણજરી ગામમાં સમાવિષ્ટ ગાયત્રીનગર-૦૨, મોરવા (હ) તાલુકાના ખુદરા ગામમાં સમાવિષ્ટ સ્ટેશન ફળિયું, વેજમા ગામમાં સમાવિષ્ટ ભઘત ફળિયું, શહેરા તાલુકાના જુના બેલીથા ગામ અને વરીયાલ ગામ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.