પંચમહાલ જિલ્લામાં નવા નોંધાયેલા મતદારો ઇ- એપિક ડાઉનલોડ કરી શકે તે માટે તા. ૭ અને ૧૩ માર્ચના રોજ ખાસ કેમ્પ યોજાશે

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા

ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૨૫/૦૧/૨૦૨૧ના રોજ મતદારો માટે ઇ- એપિકની સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૧ દરમ્યાન મતદાર યાદીમાં નવા નોંધાયેલા મતદારો કે જેમણે ફોર્મ નં. ૬ માં યુનીક મોબાઈલ નંબર આપેલ છે તેવા મતદારો nvsp.in તથા વોટર હેલ્પલાઇન મારફતે ઇ- એપિક ડાઉનલોડ કરી શકે છે. એસ.એસ.આર-૨૦૨૧માં નવા નોંધાયેલા મતદારો પૈકી જે મતદારોએ ઇ- એપિક ડાઉનલોડ કરવાના બાકી છે તેવા મતદારોને ઇ- એપિક ડાઉનલોડ કરવામાં મદદરૂપ થવા માટે તા.૦૭/૦૩/૨૦૨૧ (રવિવાર) અને તા.૧૩/૦૩/૨૦૨૧ (શનિવાર) એમ બે દિવસોએ ખાસ કેમ્પ યોજાશે. આ બંને દિવસોએ મતદાન મથકો ખાતે બી.એલ.ઓ. સવારે- ૧૦.૦૦ થી સાંજે- ૫.૦૦ વાગ્યા સુધી ઉપસ્થિત રહી બાકી રહેલ મતદારોને ઇ- એપિક ડાઉનલોડ કરવામાં મદદરૂપ થશે જેની નવા નોંધાયેલા તમામ મતદારોએ નોંધ લેવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટર પંચમહાલની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here