છોટાઉદેપુર જિલ્લા ડી.ડી.ઓ, આરોગ્ય અધિકારી,અને ટીએચઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ૬૦ વર્ષ કે તેથી વધુની ઉંમરવાળા વ્યક્તિઓને કોરોના વેક્સિન મુકવાની કામગીરીનો પ્રારંભ

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ

છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી,આરોગ્ય અધિકારી,અને ટીએચઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ તારીખ ૪/૩/૨૦૨૧ ને ગુરુવારના રોજ ચલામલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૬૦ વર્ષ કે તેથી વધુની ઉંમરવાળા વ્યક્તિઓને કોરોના વેક્સિન મુકવાની કામગીરીનો પ્રારંભ સવારે ૧૧ કલાકે કરવામાં આવ્યો હતો જેમાં ચલામલી આરોગ્ય વિભાગના કર્મચારીઓ ભાવનાબેન, મીરાજભાઈ,નૈનેશભાઈ,કાજલબેન,કાંતાબેન,ઉપસ્થિત રહી વેક્સિનેશન હાથ ધરવામાં આવ્યું હતું ચલામલી પંથકમાંથી ચલામલી,વણઘા,કાશીપુરા,તમામ યુવાનો,વડીલો અને સામાજિક કાર્યકર્તાઓએ ઘરે ઘરે જઈને ગઈકાલથી જ પોતાના મોબાઈલથી વડીલોને વેક્સિનેશનનો લાભ મળે તે હેતુથી રજીસ્ટ્રેશન કરી અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો વડીલોને કોરોના વેક્સિન લઈને મદદરૂપ થનાર ચલામલી પંથકના યુવાનોએ,સામાજિક કાર્યકરોએ અને કોરોના હેલ્થ વર્કરોએ “આપણું ગામ,કોરોના મુક્ત ગામ “ના સૂત્રને સાકાર કરવામાં સહુએ સહિયારો પ્રયત્ન હાથ ધરી ખુબ સરાહનીય કાર્ય કર્યું હતું ચલામલી પીએચસીમાં ૬૦ અને તેથી વધુ ઉંમર ધરાવતા ૧૦૦ વડીલોએ કોરોના વેક્સિનેશન લઈને ભારત સરકાર,ગુજરાત સરકાર અને છોટાઉદેપુર વહીવટીતંત્ર પર સંપૂર્ણ ભરોસો મુક્યો છે આ તબક્કે વડીલોએ છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્રનો અને ચલામલી કોરોના હેલ્થ વર્કરોનો ખુબ ખુબ આભાર પ્રગટ કરી અભિવાદન કર્યું હતું આમ ચલામલી ખાતે પ્રથમ કોરોના વેક્સિનેશનના તબક્કામાં ૧૦૦ વૃદ્ધોએ સવારે ૧૧ થી ૨ વાગ્યા સુધીમાં કોરોના સામે રક્ષણ આપતી કોવીડ શિલ્ડ રસીનું રસીકરણ કરાવી સમગ્ર જિલ્લામાં રેકોર્ડ સ્થાપ્યો છે જેના પાછળ ચલામલી પંથકના યુવાનો કારણભૂત છે તેવું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here