પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણના નવા ૦૬ કેસ નોંધાયા ૭ દર્દીઓને રજા અપાઈ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા

જિલ્લામાં કુલ સક્રિય કેસોનો આંક ૪૮ થયો

ગોધરા, માહિતી બ્યુરોઃ પંચમહાલ જિલ્લામાં આજે કોરોનાના નવા ૬ પોઝિટિવ કેસ મળી આવ્યા છે. આ સાથે જિલ્લામાં કુલ કોરોના કેસોની સંખ્યા ૪૦૭૧ થવા પામી છે. જયારે જિલ્લામાં સક્રિય કેસોની કુલ સંખ્યા ૪૮ થઈ છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. શહેરી વિસ્તારોમાં આજે મળી આવેલ કેસો પૈકી હાલોલ શહેરમાંથી ૦૩ કેસ તેમજ કાલોલમાંથી ૦૧ કેસ મળી આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી મળી આવેલ કેસોમાં ઘોઘમ્બા અને જાબુંઘોડામાંથી ૦૧-૦૧ કેસ મળી આવ્યા છે. આજે કુલ ૦૭ દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે. આ સાથે રજા મેળવનારા કુલ વ્યક્તિઓની સંખ્યા ૩૮૮૨એ પહોંચી છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૨૯૭૯ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૧૦૮૨ કેસ મળી આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here