પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘાર્મિક અને પ્રવાસન સ્થળોની સાફ સફાઈ કરવામાં આવી

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાનના હેઠળ સ્વચ્છ ગુજરાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લા અને તાલુકા કક્ષાએ સ્વચ્છતા અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી છે.

જેના ભાગરૂપે રવિવારના રોજ પંચમહાલ જિલ્લાના તમામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધાર્મિક તથા પ્રવાસન સ્થળો અને જ્યાં મ્યુઝિયમ હોય તો એની સાફ સફાઈ કરવામાં આવી હતી.

રવિવારે જિલ્લાના શહેરા તાલુકાના ભાટના મુવાડા,ગુણેલી,
ગોધરા તાલુકાના મોતાલ,ટુવા,જુનીધરી,ચંચેલાવ સહિત જાંબુઘોડા તાલુકાના કણજીપુર ઘોઘંબા તાલુકાના રણજીતનગર,પરોલી હાલોલ તાલુકાના પાલનપુર,વિરાસત વન,પાવાગઢ ચાલતા જતા યાત્રિકોના વિસામાની આસપાસ,મોરવા હડફ તાલુકાના ખાબડા સહિત વિવિધ સ્થળોએ ધાર્મિક તથા પ્રવાસન સ્થળોની સફાઈ ઝુંબેશ હાથ ધરાઇ હતી.

આ સાથે મોરવા હડફ તાલુકાના ખેડાપા નવી વસાહત ગામના સ્મશાન ખાતે નાગરિકોએ નદી કિનારે સફાઈ અભિયાન અંતર્ગત શ્રમદાન કર્યું હતું.

પંચમહાલ જિલ્લામાં આવતીકાલ તા. ૨૩-૧૦ થી તા. ૨૮-૧૦ સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટી બિલ્ડિંગ, શાળા, આંગણવાડી અને કોલેજોમાં સફાઈ હાથ ધરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here