છોટાઉદેપુરના રોડ રસ્તાઓના ખાડા પૂરવામાં ભ્રષ્ટાચાર કરાયો હોવાની લોકબૂમ…!!?

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર નગરમાં વરસાદની સીઝન બાદ ઠેર ઠેર રસ્તાઓ પર ખાડા પડી ગયા હતા , અને લોકો હેરાન પરેશાન થતા હતા

જોકે આડેધડ રોડ રસ્તાઓ ને થિંગળા મારવાની કામગીરી માં જે તે લાગતા વળગતા સરકારી ખાતા દ્રારા આ કામગિરીનું નિરીક્ષણ કરતું હોય તેવું દેખાતું નથી ફક્ત બે મજુરો ખાડા પુરી રહ્યા છે ના તો કોન્ટ્રાકટર દેખાય છે જેનો આ કોન્ટ્રાકટ છે ના તો કોન્ટ્રાકટરે ટ્રાફિકના બે્રિકેટ પણ મુકાવ્યા નથી આતો કેવી લા પરવાહી તે પણ હાઈવે નંબર 62 પર જે મુખ્ય માર્ગ છે.

લોક મુખે ચર્ચા ચાલી રહી છે કે ખાડામાં કપચી અને બીજુ મટિરિલય નાંખ્યા બાદ ખાડાને સમતળ કરવા માટે ડામર વાળી કપચી પર રોલર પણ ચલવામાં આવ્યું ન હતુ. અને કોઈ કોન્ટ્રાક્ટર પણ હાજર ન હોતો, અને કામ ચાલતુ હોવાના બોર્ડ કે કોઈ રેડ ફ્લેગ પર લગાવવામાં આવ્યા ન હોતા.
જેના કારણે અવર જવર કરતા વાહનોને ભારે મુશ્કેલી નો સામનો વેઠવો પડ્યો હતો.

સ્થાનિકોનું કહેવું છે કે ખાડા પૂરવા જ હોય તો કોઈ જવાબદાર અધિકારી કે કોન્ટ્રાક્ટરે હાજર રહેવુ જોઈએ. તેની જગ્યાએ બે મજૂરોના ભરોસે આખી કામગીરી છોડી દેવામાં આવી હતી.
ખેર, હવે આ કામગીરીને ભ્રસ્ટાચાર કહેવાય કે નહીં? આ ઢીંગના ની કામગીરી કેટલા સમય સુધી ટકશે એ જોવું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here