જિલ્લા કક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં મારી માટી, મારી ભાષા એક નવતર અભિયાન નુ શ્રેષ્ઠ પ્રદર્શન

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ આયોજિત જિલ્લા કક્ષાનો એજ્યુકેશન ઇનોવેશન ફેર રામેશરા પ્રાથમિક શાળામાં તારીખ ૧૯ થી ૨૧ દરમિયાન યોજાયો.જેમા પંચમહાલ જિલ્લાના ૨૮ ઇનોવેટિવ ટીચરોએ પોતાના નવતર પ્રયોગો રજુ કર્યા હતા. જેમાં કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળાના આચાર્ય સતિષભાઈ પ્રજાપતિએ પોતાનો નવતર પ્રયોગ મારી માટી, મારી ભાષા એક નવતર અભિયાન રજૂ કર્યો હતો. ધોરણ છ થી આઠ ના બાળકોને ભાષા સજ્જતા શીખવવા માટે વિવિધ ગેમ, કેરમ બોર્ડ રમત, પઝલ તેમજ વ્યાકરણ ના ટીએલએમ રજુ કરવામાં આવ્યા હતા. ઉદ્ઘાટન સમયે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય ગઢવી એ ટોલની મુલાકાત લઈ ખૂબ જ અભિનંદન પાઠ્ય હતા ઉપરાંત ફેસ્ટિવલના બીજા દિવસે હાલોલના પ્રાંત અધિકારી સાહેબે પણ સ્ટોલની મુલાકાત લઈ ખૂબ જ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું સાથે જિલ્લામાંથી આવનાર મુલાકાતે શિક્ષકોએ પણ સ્ટોલની મુલાકાત લઈ આ નવતર પ્રયોગ ને ખૂબ જ વખાણ હતો સાથે પોતાની શાળામાં પણ આ નવતર પ્રયોગ અમલ કરશે તેવું પણ સૂચવ્યું હતું. સમાપન ના અંતે ડાયટ ના ડી આઇ સી કો. ઑ ભુપેન્દ્રભાઈ સોલંકી ના વરદ હસ્તે ટ્રોફી, પ્રમાણપત્ર અને બેગ અર્પણ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here