પંચમહાલ : કોરોનાના કપરાકાળ દરમિયાન મૃત શરીરોની અંતિમ વિધિ કરનાર કોરોના વોરીયર્સને સન્માનિત કરાયા…

ગોધરા,(પંચમહાલ)
સાજીદ શેખ

ગોધરા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જનના હસ્તે કોરોના વોરીયર્સને પ્રસંસનીયપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા

વૈશ્વિક મહામારી એવા કોરોનાના કપરાકાળએ માનવ જીવનને દહેશતમાં ગરકાવ કરી દીધો હતો, કોરોનાના માનવભક્ષી પ્રકોપ દરમિયાન લોકો એટલી હદે ગભરાઈ ગયા હતા કે બાપ દીકરાને ભૂલી બેઠો હતો જ્યારે પતિ પત્નીના સબંધ સંકાના દાયરામાં મુકાયા હતા. આંજે સમસ્ત વિશ્વ સહીત ભારતમાં પણ કોરોનાના ઉપાય રૂપે વેક્સીન અભિયાનનો પ્રારંભ કરાયો છે જેના કારણે આજે લોકોમાં ભયનો માહોલ મહદઅંશે ઓછો જોવા મળી રહ્યો છે. તેમછતાં કોરોનાના કહેરને આસાનીથી ભૂલી જવું મુસ્કિલ જ નહિ નામુમકીન સાબિત થઇ રહ્યું છે કારણ કે કોરોનાના દુઃખદ સમયે અમુક વખતે તો એવા પણ કિસ્સા સામે આવ્યા હતા કે જયારે કોરોના સંક્રમણથી કોઈ માનવીનું મૃત્યુ થયું હોય તો તેના સ્વજનો પણ એના મૃત શરીરથી દુર દુર રહેતા હતા. આવા કપરાકાળમાં પોતાના જીવને જોખમમાં મુકી માનવજીવોની રક્ષા કરનારા તેમજ મૃત શરીરોને અંતિમ સ્થાને પહોચાડનાર કોરોના વોરીયર્સનો ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં સિવિલ સર્જન ડો. સાગર દ્વારા કોરોના વોરીયર્સને પ્રસંસનીયપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ સમગ્ર વિશ્વ સહીત ભારતના ખૂણે ખૂણામાં કોરોનાના માનવભક્ષી કહેરની ચીસો સંભળાઈ રહી હતી, રોજે રોજ કોરોના સંક્રમણના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો હતો. ચીનથી જન્મ લઇ દુનિયાના છેલ્લા છેડા સુધી કોરોનાએ પોતનો આતંક મચાવી રાખ્યો હતો, આવા કપરા સમયમાં એક માનવી બીજા માનવીથી સામજિક અંતર રાખવા મજબુર બન્યો હતો તેમજ અમુક સંકુચિત માનસિકતા ધરાવતા લોકો તો આત્મીય અંતર પણ વધારી બેઠા હતા, આવા સમયે માનવ જીવનની રક્ષા કાજે આરોગ્ય કર્મીઓ, પોલીસ કર્મીઓ તેમજ વફાદાર સમાજ સેવકો કોરોનાની સામે મેદાને ઉતર્યા હતા, જેથી આંજે કોરોનાના વળતા પાણીએ કોરોના વોરીયર્સના ઠેર-ઠેર સન્માન સમારંભો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના ગોધરા નગરમાં પણ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વોરીયર્સનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગોધરા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડો. સાગર દ્વારા કોરોના વોરીયર્સ સહીત કોરોનાના માનવભક્ષી ભરડામાં મૃત થયેલા લોકોની અંતિમવિધિ કરતા હનીફહાજી કલંદર, ગનીહાજી મદારી સહીતના તમામ સભ્યોનું માન સહીત સન્માન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here