નસવાડી સી એચ સી ખાતે સી એમ ટી સી બાળ સેવા કેન્દ્રમા નાના ભૂલકાઓને પોષણ અને આરોગ્ય સારવાર આપવાની કામગીરીની શરૂઆત…

નસવાડી,(છોટા ઉદેપુર) જાવેદ એન કુરેશી :-

બી એચ ઓ ની અંડર માં ચાલતા પ્રોજેકટ મા ૫૦૦ બાળકો ને મળી સારવાર

સામુહિક આરોગ્ય કેન્દ્ર નસવાડી ખાતે જિલ્લા પંચાયત એન આર એચ એ દ્વારા આ પ્રોજેકટ ચલાવવા મા આવેછે જેમાં નસવાડી તાલુકાના ૨૧૨ ગામ ના કુપોષિત બાળકો જે હોય છે એમને આરોગ્ય લક્ષી સારવાર આપવામાં આવેછે
જેમાં ૨૦૧૦ ની સાલ મા સી ડી એન સી ચાલુ કરવામાં આવ્યુ હતુ જેમા કુપોષિત બાળકો ને એમના ઘરે થી સવારે લાવી એમને લોહી વધારવાની સીરપ અને પૂરતો ખોરાક પોષણ માટે આપવામાં આવતો હતો અને એ પ્રોગ્રામ ૧૦ દિવસ નો રાખવા મા આવતો હતો અને ત્યાં નો સ્ટાફ સારી એવી સંભાળ નાના બાળકોની રાખતા હતા.
ત્યાર બાદ ૨૦૧૪ ની સાલ માં આ પ્રોજેકટ સી એમ ટી સી દ્વારા ચાલુ કરવામાં આવ્યો છે જેમાં સ્ક્રીનિગ કરવામાં આવે છે એમાં વજન ઉંચાઈ અને એમ યુ સી ટેસ્ટિંગ કરવામાં આવેછે જે કામગીરી આશા વર્કર તથા નર્સિંગ સ્ટાફ દ્વારા કરવામા ગામડે ગામડે જઈને કરવામા આવે છે અને બાળક માં ઉણપ જણાય ત્યારે તે બાળક ને સી એમ ટી સી બાળ સેવા કેન્દ્ર નસવાડી ખાતે લાવી દાખલ કરવામાં આવેછે અને સી એમ ટી સી મા ૧૪ દિવસ નાઈટ દાખલ કરી તે બાળક ને સારી સારવાર આપવામાં આવેછે અને અત્યાર સુધી આશરે ૫૦૦ બાળકોની સારવાર કરવામાં આવી છે અને બાળકો સારા પણ થયા છે કદાચ કોઈક કેસ મા બાળક સારો ના થાય તોજ તે બાળકને એસ એસ જી હોસ્પિટલ વડોદરા ખાતે રીફર કરવામાં આવેછે અને સી એમ ટી સી મા ૧૦ બેડ ની વ્યવસ્થા ધરાવતુ કેન્દ્ર છે અને ૧૦ કરતા વધારે બાળકો થાય સારવાર માટે તો પણ ત્યાં વ્યવસ્થા કરી સારવાર કરી આપવામાં આવે છે અને સી એમ ટી સી કેન્દ્ર મા દરેક સુવિધાઓ ઉપલબ્ધ છે જેમા સારવાર અર્થે આવેલ બાળકો ના માતા પિતા ને ઘરે થી સાથે કપડા લાવવાના હોય છે બાકીની દરેક સુવિધા સી એમ ટી સી પુરી પડે છે.
બાળક ૧૪ દિવસ પછી જ્યારે ડિસ્ચાર્જ થાય ત્યારે બાળક ની માતાના ખાતામાં સરકાર દ્વારા ખર્ચ પેટે રૂપિયા નાખવામાં આવેછે જે વેજ લોસ તરીકે આપવામાં આવેછે જે ૧૪ દિવસ દરમિયાન નો ખર્ચ સરકાર બાળકના માતા પિતા ને આપે છે અને ડિસ્ચાર્જ થયા પછી ૧૫ દિવસ મા ૩ વખત બતાવવા માટે આવવાનું હોય છે અને એમાં પણ સરકાર એના ૯૦૦રૂપિયા ચૂકવે છે અને વેજલોસ ૧૦૦રું અને ૨૦૦રું ભાડુ આમ સરકાર દ્વારા ચુકવવામાં આવેછે એટલે નસવાડી તાલુકાની ૨૧૨ ગામ ની ગરીબ જનતા ને આનો લાભ મળે તે માટે ત્યાંનો સ્ટાફ ૨૪ કલાક હાજર રહી એમનું કર્તવ્ય નિભાવે છે અને આ કાર્યક્રમમાં તમામ સ્ટાફ જેમ કે નર્સિંગ થી માંડી રસોડા સુધીના સ્ટાફ નો સિંહ ફાળો કહેવાય જેમાં બાળકો સહિત માતા પિતા સાથે સારો વહેવાર રાખી સારવાર કરે છે અને બી એચ ઓ સાહેબ સહિત કામિનીબેન ની પણ આ ડિપાર્ટમેન્ટ મા સારી મહેનત જોવા મળી છે અને કેન્દ્ર નો આખો સ્ટાફ સારી કામગીરી કરેછે અને જેનો લાભ આપણા વિસ્તારના ગરીબ બાળકોને મળે છે આ એક સોના પર સુહાગા જેવુ કામ સ્ટાફ નુ છે એમ કહીએ તો પણ વાંધો નથી આમ સી એમ ટી સી નસવાડી દ્વારા આ પ્રોજેકટ ને કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here