નસવાડી વાલપુરામા વરલી મટકાના ખીલા પર ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે ખેલ પાડ્યો

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

દરોડો પડતાની સાથેજ નાસમ ભાગ ના દ્રશ્યો જોવા મળ્યા”

રુ ૪.૩૯ લાખ નાં મુદ્દામાલ સાથે ૧૨ ઝડપાયા ૮ ફરાર”

નસવાડી ના વાલપુરા વિસ્તારમા વરલી મટકા નો જુગાર ચાલતો હોવાની બાતમી ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલને મળતા નસવાડી વાલપુરા વિસ્તારમા રેડ કરતા નાસ ભાગ મચી હતી અને લોકોમા અફરા તફરી મચી જવા પામી હતી જેમા બાર આરોપીઓ ઝડપાયા હતા અને આઠ આરોપીઓ નાસી છૂટ્યા હતા અને જે લોકો પોતાના વાહનો લઇ વરલી મટકા ની મજા માણવા માટે આવ્યા હતા તેમાના કેટલાક તો પોતાની બાઈકો મુકી ફરાર થઈ ગયા હતા અને મોનીટરીંગ સેલ ના પી એસ આઈ એમ બી રાણાએ તેમના સ્ટાફ સાથે વરલી મટકા પર દરોડો પાડ્યો હતો અને તેમા વિપીન ભીલ,માથુર ભીલ,ભરત ભીલ,સુનિલ ભીલ,રસિક ભીલ,અક્ષય તડવી,કૌશિક તડવી,સુરેશ ઓડ,ચીમન ભીલ,વિજય ભીલ,શના ભીલ,આમ બાર આરોપી પકડાયા હતા અને આઠ આરોપી ફરાર થઈ ગયા હતા જેમા શોએબ એહમદ રાઠોડ વોન્ટેડ આરોપી હોય ફરાર છે જ્યારે અન્ય આઠ સ્થળ પર બાઈકો મુકી ફરાર થઈ ગયેલ છે અને અંગ ઝડતીના રૂ.૫૭.૩૪૦ રોકડા મોબાઇલ નંગ ૧૧ કિ.રૂ. ૩૨૫૦૦ બાઇક ૧૩ કિ.રૂ.૩.૫૦.૦૦૦ આમ કુલ રૂપિયા ૪.૩૯.૮૪૦/- ના મુદ્દામાલ સાથે સ્ટેટ મોનીટરીંગ સેલ એ ગુનો દાખલ કરી નસવાડી પોલીસ સ્ટેશન મા આરોપીઓ સાથે સૉંપેલ છે અને આગળ ની કાર્યવાહી હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here